Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની: રમેશ કટારા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા અને સંજેલી તાલુકાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયોમહિલા સ્વ સહાય જૂથો ને ૧.૮૪ કરોડ ના ચેક વિતરણ કરાયાપંડિત દિનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી ફતેપુરા વિધાનસભા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ની પ્રેરક ઉપસ્થિતિમાં ફતેપુરા અને સંજેલી તાલુકા પંચાયત ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો હતો. જેમાં ૧.૮૪ કરોડ ના સહાય ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું.ફતેપુરા અને સંજેલી તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વ સહાય જૂથો ને સરકાર ની યોજના હેઠળ સહાય વિતરણ કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના ૬૩ સખી મંડળ માં ૧.૦૩ કરોડ અને સંજેલી તાલુકા માં ૪૦ જેટલા સખી મંડળ માં ૮૧ લાખ સ્વસહાય જૂથો માટે રાશિ બેંકો દ્વારા મંજુર કરવામાં આવી હતી. આ ૧૦૩ સ્વસહાય જૂથોને રૂ.૧૮૪ લાખની રકમનું આજે વિતરણ કરવામાં આવ્યુ હતુ. ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરે સખીમંડળની બહેનો સાથે રસપ્રદ વાર્તાલાપ કરી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.સંજેલી તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોર અને ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી એ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ફતેપુરા વિધાનસભા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આર્થિક રીતે પગભર બને તેવા આશયથી સખીમંડળ શરૂઆત છે. મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે સરકાર સતત કાર્યરત છે. સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવી રહી છે, ત્યારે તેઓ રાજ્યના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે તે માટે સરકાર કરોડોની લોન સહાય આપી રહી છે મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેયને સાકાર કરતા આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ અરુણા પલાસ, આગેવાન મુકેશ ઉર્ફે ટીનાભાઈ પારગી, લાલાભાઈ સુવર, મહેન્દ્રભાઈ પલાશ, ટી એલ એમ ધર્મિષ્થબેન, મંજુલાબેન,સહિત મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકા પર ભાજપની ઐતિહાસિક બિનહરીફ જીત

gujaratjanekta

ઝાલોદ બસ ડેપો દ્વારા એચ.એસ.સી અને એસ.એસ.સી મા પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી

gujaratjanekta

અનાજ ના કાળા બજારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર ની લાલ આંખ અનાજ ની કાળા બજારી કરનારાઓ ને કરાયા જેલ ભેગા!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial