Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બી એલર્ટ – સુરતમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર ઘાયલ

સુરતમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર ઘાયલ થયો હતો. અગાઉ પણ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. શહેરના સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી અચાનક ફાટતાં નાસભાગ મચી ગઇ હતી. ઇલેક્ટ્રિક મોપેડની બેટરી કામ કરતી ન હતી અને દુકાનમાં પડી હતી.

દુકાનમાં રાખ્યા બાદ અચાનક બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ પ્રકારે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઈ સ્કૂટરની બેટરીમાં આ પ્રકારે સેફ્ટીની બાબતમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. અગાઉ પણ આ પ્રકારે બેટરી ફાટવાની ઘટના તાજેતરમાં જ યુપીમાં બની હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

વિસ્ફોટમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો જ્યારે અન્ય બેથી ત્રણને સામાન્ય ઈજા થઈ હતી. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ઈલેક્ટ્રીક મોપેડ ચાલુ કરવામાં આવી ન હતી. એટલે તેની બેટરી કાઢીને દુકાનમાં મૂકી દીધી. દુકાનમાં રાખેલી આ બેટરીમાં બ્લાસ્ટ થય હોત.

આ એક જ ધડાકાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. બ્લાસ્ટના સમાચારને લઈને ચકચારી એટલા માટે મચીગઈ છે કે, ઈ વાહનો મોટી સંખ્યામાં લોકો વાપરી રહ્યા છે. ટૂ વ્હિલરમાં ખાસ કરીને આ ઘટનાઓ બની રહી છે.

Share

Related posts

ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત 11 મોબાઈલ 2,11,989 રૂપિયાના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના હસ્તે પરત કરાયા

gujaratjanekta

એસ.પી.હાઈસકુલ સંતરામપુર ખાતે મફત મેડીકલ નિદાન કેમ્પ ને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

gujaratjanekta

“આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ દેશભક્તિનાં રંગે રંગાયા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial