Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નાની સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈનો વય નિવૃત્ત સમારોહ વલ્લભ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

પંકજ પંડિત

ઝાલોદ નાની સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈનો વય નિવૃત્ત સમારોહ વલ્લભ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ પ્રોગ્રામમાં પરિવારજનો સ્નેહી મિત્રો તેમજ મોટા પ્રમાણમાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ હતા. વય નિવૃત્ત વિદાય સન્માન સમારોહમાં ઉપસ્થિત સહુ મહેમાનોએ તેઓને નિવૃતિ પછીના જીવનની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે હવે પછીનું જીવન સમાજને સાચી દિશા આપી સામાજિક કાર્યોમાં જોડાઈ આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવી હતી. ધારાસભ્ય મહેશ ભૂરીયાએ પણ તેઓને નિવૃતિ પછીના જીવનને પરિવાર, મિત્રો તેમજ સમાજના ઉત્થાન માટેનુ જીવન જીવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વય નિવૃત્ત વિદાય સન્માન સમારોહ દરમ્યાન ઝરમર ઝરમર વરસાદ પડતો હોવા છતાંય મોટા પ્રમાણમાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ હતો. વિદાય સન્માન સમારોહમા ન આવી શકેલ સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા 31-10-2025 ના રોજ કિશોરભાઈના ઘરે આવી નિવૃત્તિ પછીના જીવન માટે શુભેચ્છા આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Share

Related posts

બનાસકાંઠાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

gujaratjanekta

પીએમ મોદી બાદ હવે અમિત શાહનો આવતી કાલે વડોદરામાં યોજાશે કાર્યક્રમ, અહીં કપાઈ છે ટિકિટો

Admin

ગુજરાત ઈલેક્શન 2022 : ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial