Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા પોલન બજાર ઉર્દૂ કન્યા શાળામાં બેલેટ પેપર દ્વારા બાળ સંસદ ની ચુંટણી યોજવામાં આવી

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી (ગોધરા)

ગોધરા ખાતે આવેલ પોલન બજાર ઉર્દૂ કન્યા શાળામાં બેલેટ પેપર દ્વારા વર્ગ પ્રતિનિધિ માટે મતદાન કરાવવામાં આવ્યું જેમાં બાળકોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને મત ગણતરીની તેમજ મત ના મહત્વ વિશે સમજ આપવામાં આવી.ધોરણ 8 માં પ્રેસાઇડિંગ ઓફિસર તરીકે મોહન સદિયા અને આ. પ્રેસાઈડિંગ તરીકે મુગલ સબિહા એ ફરજ બજાવી મતદાન સમય સવારે 8.30 થી 9.00 કલાક સુધી રાખવામાં આવ્યો મતદાન શાંતપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા 9.15 કલાકે મત ગણતરી કરવામાં આવી જેમાં પ્રથમ ક્રમે દાવ સના વિજેતા દ્રિતિય ક્રમે સમોલ આફિયા ત્રીજા ક્રમે દડી જુવેરીયા ને શાળાના મુખ્ય શિક્ષક મેહબૂબ વાઢેલ સાહેબ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા.બાળકોએ ખુબજ ઉત્સાહ સાથે આજના પર્વ ની ઉજવણી કરી.

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જાણો અત્યાર સુધી કેટલી ફરીયાદ નોંધાઈ

Admin

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

Admin

દાહોદ જીલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાનાં સીમલીયા ખુર્દ ગામની પ્રસ્તુતાને108ના કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડીલેવરી કરાવી હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial