Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં શૈલેષભાઈ ઠાકર અને અંજલી ડેન્ટલ ક્લિનિક ગોધરા દ્વારા તા. ૨૫-૦૯-૨૨ નિ:શુલ્ક મેગા ડેન્ટલ કેમ્પ યોજાશે

સંકેત પંડ્યા – એડિટર

 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨ મા જન્મ દિવસ નિમિત્તે “ સેવા સમર્પણ અભિયાન અંતર્ગત “ ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે, શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના ઉપપ્રમુખ અને મધ્યઝોનના પ્રભારી શૈલેષકુમાર ઠાકરના સહયોગથી અંજલી ડેન્ટલ ક્લિનિક – ગોધરા દ્વારા વિના મુલ્યે મોઢા અને દાંતના તમામ પ્રકારના રોગોના નિદાન અર્થે મેગા ડેન્ટલ કેમ્પનું આયોજન તા. ૨૫ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગેથી શરૂ થનાર છે. જેમાં ગોધરા સહિત પંચમહાલના ગામડાઓના લોકો વધુમાં વધુ આ નિ:શુલ્ક કેમ્પનો લાભ લે તે માટે ગોધરાના સેવાભાવી શૈલેષભાઈ ઠાકર અને તેમની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

પાન – મસાલા – તમાકુ – ગુટકા જેવા વ્યસનોથી થતા નુકશાન ના કારણે સમાજમાં તથા ખાસ કરીને યુવા વર્ગમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ સમયે સમયસર આવા જીવલેણ રોગોનું નિદાન થાય અને ઘરના મોભી તેમજ યુવા વર્ગ સજાગ થાય તે ખુબ જ જરૂરી છે. વધુમાં વધુ લોકોને આ સેવા પખવાડીયા અંતર્ગત વિના મૂલ્યે મેગા ડેન્ટલ કેમ્પનો લાભ મળે તે માટે જણાવાયું છે.

Share

Related posts

મોહમ્મદ સિરાજે લીધી ૬ વિકેટ : એશિયા કપ ખિતાબ ભારતીય ટીમ જીત્યો

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબના 50 મા પ્રમુખ બનતા મૂકેશ અગ્રવાલ મૂકેશ અગ્રવાલના પરીજનો માટે ડબલ ખુશી લાયન્સ ક્લબ પ્રમુખની સાથે સાથે 37 મી મેરેજ એનિવર્સરી

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં મનરેગાના કરાર આધારિત કર્મચારીઓએ DRDA ને કેમ આપ્યું આવેદન પત્ર ? – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial