Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ : સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અને રેસ્ક્યુ અંગેની તાલીમ માટે નગર પાલિકા ફાયર સ્ટેશનના વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિઝિટ દરમ્યાન સ્ટેશન ફાયર ઓફિસરશ્રી દિપેશ જૈન દ્વારા વિદ્યાર્થીઓને ફાયરના પ્રકાર, ફાયર વખતે ઉપયોગમાં લેવાતા અગ્નિશામક સાધનો અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવા સાથે પ્રેક્ટિકલ સાથે સમજાવવામાં આવ્યું હતું.

ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વખતે લેવામાં આવતી સાવચેતી અને અનુસરવાના પગલાં વિષે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વિઝિટ દરમ્યાન વિદ્યાર્થીઓને ઇમરજન્સી રેસ્ક્યુ વાન વિષે ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ મીઠાચોક વિસ્તારમાં હિન્દુ મકાન હિન્દુ સમાજના બહારના વ્યક્તિને વેચાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો

gujaratjanekta

મુસાફરોએ ચોર ઝડપ્યો: આણંદ પાસેથી પસાર થતી ટ્રેનમાં દેશી તમંચા સાથે ચોરી કરતા શખ્સને મુસાફરોએ ઝડપી પાડ્યો

Admin

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial