Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

ઝાલોદ તાલુકાના માછણડેમ નજીક કામ કરતા યુવકનું સિમેન્ટ કોન્ક્રીટનુ ફલોર મશીન રિવર્સ લેતા પાછળના ટાયરમા આવી જતાં મોત

તારીખ 11-07-2024 ના રોજ શંકર કાળિયા કટારા ( કુશલગઢ) ના રહેવાશીનો પુત્ર મનીષ જેની ઉમર આસરે 19 વર્ષની છે તે નાનસલાઇ મુકામે માછણડેમ નજીક પાણીની ટાંકીનુ કામ ચાલતું હતું ત્યાં આસરે બપોરે 12:30 કલાકે સિમેન્ટના કોંક્રીટનુ માલ બનાવનાર એજેક્સ કંપની નું ફલોરી મશીન GJ-36-S-8118 ના ચાલક દ્વારા રિવર્સ લેતા તેના પાછળનુ ટાયર મનીષભાઈ પર ચઢી ગયું હતું. ટાયર ચઢી મનીષભાઈના શરીરે ઇજા થતાં તેમને તાત્કાલિક ઝાલોદ સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતા. ઝાલોદ સરકારી દવાખાનાના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા મનીષભાઈ ને મૃત જાહેર કરવામાં આવેલ હતો. આ અંગે મૃતકના પિતા દ્વારા કોંક્રીટનુ માલ બનાવવાના મશીનના ચાલક વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

Share

Related posts

TET -1 ના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનો સમય વધારવા તેમજ D.ELED બીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવા માન્ય ઠેરવવા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને આવેદનપત્ર સાથે રજુઆત – જાણો વધુ

gujaratjanekta

“બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ અને બ્રહ્મ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં મિશન જર્મની – ૧૧૧ અનેરો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

એજ્યુકેશન : અવસર લોકશાહીનો અંતર્ગત વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયમાં હેડ બૉય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial