Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગરબાડા તાલુકાના અભલોડ ગામની શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ની ઉજવણી

ગુજરાત સરકારના નાયબ સચિવ મખોડીયા સાહેબ કાયદા વિભાગ ગાંધીનગર ની ઉપસ્થિતિમાં શાળાની દીકરીઓ દ્વારા મહેમાન શ્રીઓનું કુમકુમ તિલક કરી આવકારેલ હતું શાળા પરિવાર અને દીકરીઓ દ્વારા મહેમાન શ્રીઓને ફૂલોની વરસાદ દ્વારા સ્ટેજ સુધી લઈ જવામાં આવેલ હતું ત્યાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો પારંપરિક રીતે શાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત રજૂ કરેલ હતું. શાળાના આચાર્યશ્રી મનુભાઈ ભુરીયા દ્વારા મહેમાન શ્રીઓનો શાબ્દિક સ્વાગત ત્યાર પછી પુસ્તક રૂપી ભેટ અને સાલ અર્પણ કરી ને તેઓનું સન્માન કરવામાં આવેલ હતો ત્યારબાદ ધોરણ નવ અને 11 ના બાળકોનું પ્રવેશ તથા ધોરણ 9 થી 12 ના પ્રથમ ક્રમે આવનાર દીકરા દીકરીઓનો સન્માન, ત્યારબાદ કાયદા વિભાગના નાયબ સચિવ મખોડીયા સાહેબ દ્વારા દરેક બાળક આગળ વધે અને ઉચ્ચ હોદ્દા પર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના કરી હતી શાળા દર્શન ડી સી ગોહિલ દ્વારા આભાર વિધિ નીલકંઠ ઠક્કર દ્વારા શાળામાં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ ક્લાસરૂમનો લોકાર્પણ તથા એક વૃક્ષ માતાના નામ સાથે વૃક્ષારોપણ કરેલ હતું અંતે મોટી સંખ્યામાં બાળકો ગ્રામજનો વાલીઓ પદાધિકારીઓ શાળા પરિવાર ઉપસ્થિત રહેલ હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આકાશ પરમાર દ્વારા કરવામાં આવેલ હતો

Share

Related posts

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાનાં ડુંગરીમાં ‘ગુજરાત જોડો જનસભા’માં 6000 થી વધુ આગેવાનો-કાર્યકરો ‘આપ’માં જોડાયા;

gujaratjanekta

ફતેપુરા ગ્રામ પંચાયતમાં મનોજ કલા ડે સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા

gujaratjanekta

ઝાલોદ નગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ : બાબા શ્યામની અંગરખીનું પ્રસાદ વિતરણ પણ કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial