Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં જીવતા માનવ બોંબ સમાન ગેસ ગોડાઉન : રાજકોટમાં બનેલ અગ્નિકાંડ જેવી ઘટના અહી ઘટે તો જવાબદાર કોણ ??

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે ગામની વચોવચ્ચ ઇન્ડિયન ગેસ ગોડાઉન બનાવ્યું છે. આ ગોડાઉનમાં ખાનપુર અને મલેકપુર વિસ્તારના થઈ 2000 થી પણ ઉપરાંત ગેસના બોટલનો સ્ટોક હોય છે. રહેણાક વિસ્તારમાં ગામની વચ્ચે ગેસ ગોડાઉનની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવી છે તે પણ નિયમ વિરુદ્ધ – કેટલું વ્યાજબી કહી શકાય? સ્થાનિક સહિત બાજુમાં આવેલ પ્રાથમિક શાળા અને સ્કૂલમાં એક હજારથી પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમજ ગામમાં રહેણાંક મકાનો પણ આવેલા છે. ગામના લોકો છેલ્લા 4 વર્ષથી ગોડાઉનમાંથી આવતી ગેસની દુર્ગંધથી હેરાન પરેશાન બની રહ્યા છે. ત્યારે બાળકોના આરોગ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. જેથી ગેસ ગોડાઉન નિયમ મુજબ ગામથી દુર લઈ જવા કે કોઈપણ ઘટના બને અને કોઈ પણ જાન હાની ન થાય તેવી જગ્યા લઈ જવા ગામ લોકો છેલ્લા ચાર વર્ષ થી લડત ચલાવી રહ્યા છે.

જિલ્લા કલેકટર સહિત ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને તેમજ દિલ્હી સુધી લેખિતમાં ગામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ સરકારી બાબુઓના પેટનુ પાણી પણ હલતુ નથી !! રહેણાંક વિસ્તારમાં ગેસ ગોડાઉનની મંજૂરી કેવી રીતે તંત્ર દ્વારા આપવામાં આવી? શુ નિયમોના વિરુદ્ધ જઈ મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી? આવા અનેક સવાલો તંત્ર પર પણ ઉઠી રહ્યા છે. ત્યારે આવા જીવતા માનવ બોમ ગામની વચ્ચે હોવાથી રાજકોટમાં બનેલ આગકાંડ જેવી ઘટના મલેકપુર ગામમાં સર્જાશે અને કોઈ જાનહાની થશે તો આખરે જવાબદાર કોણ ? જેને લઈ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ : આપ ના મુખ્ય ચહેરાઓની કારમી હાર થઇ

Admin

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

સુખસર ગામ નજીક એકલવ્ય પેટ્રોલ પંપ ના કર્મચારીઓની ભારે દાદાગીરી સામે આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial