Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

શ્રદ્ધા મર્ડર કેસ મામલે ગુજરાતમાં રાજનિતી – અશોક ગેહલોતના નિવેદન બાદ ગૃહમંત્રીએ કહ્યું ગેહલોતે ચૂંટણી છે માટે આવું નિવેદન આપ્યું

 સંકેત પંડ્યા – એડિટર

શ્રદ્ધા હત્યા કાંડને લઈને ગુજરાતમાં રાજનિતી જોવા મળી રહી છે. સામ સામે નિવેદનો કોંગ્રેસ અને બીજેપી તરફથી કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે, આ હત્યા એ એક દુર્ધટના છે આ સાથે તેમને ધર્મને ટાર્ગેટ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ગેહલોતે કહ્યું કે, આ પ્રકારે નામ આપી દેવામાં આવ્યા છે. ટાર્ગેટ કોઈ કોમને બનાવવામાં આવી છે તેનો ફાયદો તેમને મળી રહ્યો છે. મોબ ક્રીએટ કરવું આસાન છે પરંતુ તેને બુઝાવતા સમય લાગે છે. તેમ તેમણે કહ્યું હતું. 

ત્યારે આ વખતે વિધાનસભાની બેઠક સુરત મજૂરાથી ચૂંટણી લડી રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અશોક ગેહલોતના આ નિવેદનનો જવાબ આપતા એક ચેનલના માધ્યમથી કહ્યું હતું કે, અશોક ગેહલોત હત્યારાનું મનોબળ વઘારી રહ્યા છે. આ વિચાર સાંભળીને હું દુખી છું. વોટ બચાવવાના ચક્કરમાં તેઓ કહી રહ્યા છે.

આ દૂર્ધટના નથી મર્ડર છે. જાણી જોઈને કરવામાં આવ્યું છે. વોટ બચાવવા માટે મોકો મળશે તો તેઓ તેનું પૂતળું પણ બનાવીને ચોરા પર મૂકી દેશે. તેમના વિચારોથી લોકો દુખી છે ત્યારે આવું નિવેદન આપવું એ ક્યાં સુધી યોગ્ય છે.  મર્ડર કેટલી ક્રુરતા સાથે કરવામાં આવ્યું. નેટફ્લિક્સ પર તમે મૂવી જોઈ હોય તેમ.

દરેક વિષયમાં ધર્મની વાતો લાવીને રાજનિતી કરવામાં આવી રહી છે. આફ્તાબે ખુદ કહ્યું છે કે, ખુદ તે હત્યારો છે. તેમને સારું ના લા્ગ્યું હોય તો તેનું પૂતળું સરેઆમ બનાવી દો, જાણી જોઈને કરવામાં આવેલું મર્ડર દૂર્ધટના નથી. અશોક ગેહલોત હત્યારાને સમાજમાં ગણાવી રહ્યા છે હત્યારાનો કોઈ સમાજ નથી હોતો. ગુજરાતમાં ચૂંટણી છે એટલે તેમને આવું કહ્યું છે. આમ શ્રદ્ધા હત્યા કેસ મામલો કે દેશભરમાં આ ક્રાઈમને લઈને ચર્ચા થઈ રહી છે ત્યારે સામ સામે નિવેદનો પણ આવ્યા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર લીલવા ઠાકોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરાઈ

gujaratjanekta

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ ફતેપુરા કલાલ પાર્ટી પ્લોટ હનુમાન ટેકરી ખાતે યોજાયો

gujaratjanekta

ચાકલીયા પોલિસે વિદેશી દારૂનો 1,11,360 નો માલ ઝડપી પાડયો આરોપી ફરાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial