Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન યાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત.

બંગાળમાં નારી પર થતા અત્યાચારો સામે મમતા બેનરજી હાય હાયના નારા સાથે વિરોધ કરાયોઝાલોદ નગરમાં સરદાર પટેલ ચોક ખાતે આજરોજ 05-03-2024 મંગળવારના રોજ સાંજના 5 કલાકે નારી શક્તિ વંદન યાત્રા પૂર્વ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને ઝાલોદ ભાજપ શહેર મહિલા મોરચા પ્રમુખ રીટાબેન સોલંકીના નેજાં હેઠળ મોટા પ્રમાણમાં મહિલાઓ ભેગી થયેલ હતી. આ યાત્રા સરદાર ચોક થી આંબેડકર ચોક સુધી કાઢવામાં આવી હતી. મહિલાઓના ગર્વ અને સ્વાભિમાન માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા મહિલાઓ ને 33 ટકા અનામત આપી તેમનું મહિલાઓ ને આત્મનિર્ભર કરવા પ્રયાસ કરાયો તેના ગર્વ રૂપે મહિલાઓ દ્વારા નારી શક્તિ વંદન યાત્રા કાઢવામાં આવી હતી.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના કાર્યકર્તાઓ દ્વારા હિન્દુ આદીવાસી મહિલાઓ પર કરવામાં આવેલ અત્યાચાર અને દુરાચાર વિરુદ્ધ ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા સરદાર પટેલ ચોક ખાતે બંગાળના મહિલા મુખ્ય મંત્રી જે મહિલા થઈ મહિલા પર થતાં અત્યાચારો જોઈ રહેલ છે તેથી મમતા બેનરજીનો હુરિયો બોલાવવામાં આવેલ હતો. મહિલા થઈ મહિલાને ન સમજી શકે તેવા મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

Share

Related posts

લીમડી શહેર માં મોડી રાત્રે ભારે વરસાદ અને પવનને કારણે લાઈટ નો વીજ થાંભલો અને ઝાડ ધરાશાય

gujaratjanekta

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી

gujaratjanekta

મુખ્યમંત્રી પટેલે સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial