Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનજીની 5148 જન્મ જયંતિની ઉજવણી અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવી

પંકજ પંડિત

અગ્રસેન જયંતીના સંદર્ભે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો સાથે પંચ દિવસીય પ્રોગ્રામોનુ આયોજન કરાયુંઝાલોદ નગરના અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનજીની 5148 જન્મ જયંતિની ઉજવણી ખૂબ જ ઉલ્લાસ પૂર્ણ વાતાવરણની વચ્ચે પંચ દિવસીય સાંસ્કૃતિક પ્રોગ્રામોના આયોજન સાથે આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 29-09-2024 રવિવારના રોજ થી તારીખ 03-10-2024 ગુરુવાર સુધી પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.તારીખ 03-10-2024 ગુરુવારના રોજ ઝાલોદ નગરના અગ્રવાલ સમાજના સહુ લોકોએ મહારાજા અગ્રસેનજીના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી સમાજ દ્વારા રાખવામાં આવેલ પ્રોગ્રામોમા જોડાયા હતા. સહુ પ્રથમ દિપ પ્રાગટય કરી પ્રોગ્રામને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, સમાજની બાળાઓ દ્વારા સ્વાગત વંદના અને પ્રાર્થના કરી પ્રોગ્રામની શરૂઆત કરી હતી. વિવિધ યોજાયેલ પ્રોગ્રામની સાથે અગ્રવાલ સમાજના જે લોકો વર્ષ દરમ્યાન સ્વર્ગલોક થયેલ તેમને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનુ મૌન પાળવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સહુ લોકો પાસે સમાજની પ્રગતિ માટે વિવિધ પ્રસ્તાવો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેથી સમાજ આવનાર સમયમાં વધુ મજબૂત બની શકે. સાંજના સમયમાં અગ્રવાલ સમાજ દ્વારા નગરના રાજમાર્ગો પર મહારાજા અગ્રસેન મહારાજની શોભાયાત્રા ધાર્મિક માહોલ સાથે ડી.જે ના તાલે નગરમાં કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામા નગરના સહુ અગ્રવાલ સમાજના લોકો પરિવાર સાથે જોડાયા હતા.અગ્રવાલ સમાજ દ્વારા રાખવામાં આવેલ પંચ દિવસીય વિવિધ કાર્યક્રમો જેમકે ક્રિકેટ, ખો ખો , બેડ મિંટન , સતોડીયા, કેરમ, 100 મીટર દોડ ,રસ્સી ખેંચ, બોરી કુદ, નિમ્બુ ચમ્મચ, મ્યૂઝિકલ ચેર, મિટ્ટી સે શિવલિંગ બનાના, વેસ્ટ માંથી બેસ્ટ, નિબંધ સ્પર્ધા, હેર સ્ટાઇલ ,ડ્રાયફ્રૂટ પેકિંગ ,મારવાડી ડ્રામા, સાંકડી રાખી કી થાળી સજાના, નવરાત્રિ થીમ રંગોળી, મહેંદી હરીફાઈ, વેશ ભૂષા, ડાન્સ, ગ્રુપ ગરબા , એક મિનિટ સ્પર્ધા, ડીબેટ સ્પર્ધા, આરતીની થાળી સજાવટ જેવા વિવિધ પ્રોગ્રામો યોજાયા હતા. આ દરેક પ્રોગ્રામોમા અગ્રવાલ સમાજના બાળકો, યુવાઓ, મહિલાઓએ મોટા પ્રમાણમાં ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.ઉપરોક્ત દરેક કાર્યક્રમોમા ભાગ લીધેલ દરેક વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવેલ હતું. સંપૂર્ણ આયોજન અગ્રવાલ સેવા સંઘ, અગ્રવાલ મહિલા મંડળ, અગ્રવાલ યુથ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના અંતે અગ્રવાલ સેવા સંઘના પ્રમુખ મૂકેશ અગ્રવાલ દ્વારા અગ્રવાલ સમાજના ઉત્સવને સહુ લોકોએ સુંદર સાથ સહકાર આપી સફળ બનાવ્યો તે બદલ દરેક લોકોનો આભાર માન્યો હતો. છેલ્લે અગ્રસેન મહારાજની મહાઆરતી કરી સમાજના સહુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Share

Related posts

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઆંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે.

gujaratjanekta

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

gujaratjanekta

ખેલ મહાકુંભ ૨૦૨૫ : મહીસાગર જિલ્લાની ખ્યાતનામ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ સિદ્ધિ મેળવી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial