Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સરકારી નોકરી/યોજનાઓ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે અંજારની ખ્યાતનામ કંપની દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ઔધોગિક તાલીમ સંસ્થા, ગોધરા ખાતે કચ્છ અંજારની ખ્યાતનામ કંપની વેલસ્પન ડી આઈ પાઇપ્સ અંજાર દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૪ ગુરુવારના રોજ કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજવામાં આવેલ હતો.

જેમાં નોડલ ઔ.તા. સંસ્થા ખાતે કાર્યરત પ્લેસમેન્ટ સેલ થકી ઔ.તા.સંસ્થા ગોધરા તથા મહિલા આઈ.ટી.આઈના વિવિધ ટ્રેડના જેમકે ફીટર, મશીનિષ્ટ, ટર્નર, વેલ્ડર, આર.એફ.એમ. એમ.ઈ.વી. આઈ.એમના દ્વિતીય વર્ષના કુલ-૧૫૮ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

ઔધોગિક તાલીમ સંસ્થા, ગોધરા ખાતે પ્લેસમેન્ટ સેલ દ્વારા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો.જેમાં છેલ્લા વર્ષમાં તાલીમ લઇ રહેલ આઈ.ટી.આઈ,ગોધરા(મહિલા) તથા આઈ.ટી.આઈ ગોધરા(નોડલ)ના કુલ- (૧૫૮)તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ ભરતીમેળામાં લેખિત પરીક્ષામાં કુલ – (૮૧) તાલીમાર્થીઓ પાસ થયેલ હતા. જેમાંથી મૌખિક ઇન્ટરવ્યૂ આપતા કુલ-(૫૦) તાલીમાર્થીઓનું ફાઇનલ પ્રિ પ્લેસમેન્ટ કરવામાં આવેલ છે.

આ ભરતી મેળામાં સંસ્થાના આચાર્યશ્રી ડી.જે.વરમોરા અને પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર શ્રીમતી મિતાલી.આર.વરિયા અને સંસ્થાના સુ.ઈશ્રી તેમજ વેલસ્પન કંપનીના H.R મેનેજર શ્રી વિપીન ત્યાગી સાથે હાજર સ્ટાફ દ્વારા રોજગારલક્ષી માહિતી પુરી પાડી યોગ્ય માર્ગદર્શન પુરુ પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ બસ સ્ટેન્ડ પાસે થી ચોરી ની મોટર સાયકલ સાથે એક ઈસમ ને દબોચ્યો

gujaratjanekta

DRDA ના કરાર આધારિત કર્મચારીઓની પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત : માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર વિરોધ !! – જાણો વધુ

gujaratjanekta

કશ્મીરના પહેલગાવ માં થયેલ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેષ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial