દાહોદ જિલ્લા પોલીસ ધ્વારા વ્યાજખોરોની બંડી ડામવા લોક દરબાર યોજાયો.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અિધકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના આદેશથી શ્રી.આર.વી.અસારી, IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી ગોધરા રેન્જ ગોધરા,ડૉ.રાજદીપસિંહ ઝાલા, IPS પોલીસ અધિક્ષક દાહોદ નાઓ ધ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતું નિર્માણ કરવાના ઉદેશથી લોકો ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગ રૂપે વ્યાજખોરોની બદી દુર કરવા તેમજ આ બદીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સપડાયેલા લોકો ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજુઆત કરવા આવી શકતા નથી. જથી આવા લોકો પોતાની રજુઆત નિર્ભયપણે કરી શકે તથા આવા લોકોના ત્રાસથી તેઓના અસ્તવ્યસ્ત થઈ ગયેલા સામાજીક તથા આર્થિક જીવનને ફરીથી પુર્વવત કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવનાર છે જેમા ભોગ બનનાર લોકો પોતાની રજુઆત કરવા અવશ્ય આવે એને તેની માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ પ્રજાજનોને અપીલ કરી હતી.વ્યાજ ખોરીનો શિકાર ન બને તે હેતુ થી ફરિયાદ કરનારની ફરિયાદી ગુપ્ત રાખવામાં આવશે તેવું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જણાવ્યું હતું.આ લોક દરબારના લોકસંવાદમાં દાહોદ જિલ્લાના દરેક તાલુકાના (Dy SP) ડેપ્યુટી પોલીસ અધિક્ષક, જિલ્લા રજીસ્ટ્રાર મંડળીના અધિકારીઑ, વિવિધ સરકારી બેન્કોના કર્મચારીઓ તાલુકા સભ્યો સરપંચો અને દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાના ગામના આગેવાનો હાજર રહિયા હતા.વ્યાજખોરીથી ત્રસ્ત લોકોએ મોટી સંખ્યામાં આ લોક દરબારમાં આવ્યા હતા, વ્યાજ ખોરીનો શિકાર ન બને તે હેતુ થી ફરિયાદ કરવા આવનાર ત્રાહિત વ્યક્તિઓ એ વ્યાજખોરી વિરૂધ્ધમાં પોતાની લેખિતમાં કે મૌખિકમાં રજુઆત પણ કરી હતી, તેમજ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહિયા હતા અને ગેરકાયદેસર વ્યાજખોરીના ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી જિલ્લા પોલીસ ધ્વારા કરવામાં આવશે ,વધુમાં આ ક્રાર્યક્રમમા જે લોકોની નાની રકમની લોનની જરૂરિયાત હોય તેવા લોકો પણ આ ક્રાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો મહિલાઓ હાજર રહ્યા હતા. સાથે સાથે જે લોકોને બેંક લોન મેળવવા માટે બેન્કો જેવી કે નેશનલાઇઝ્ડ/ક્રો-ઓપરેટીવ/શીડયુલ બેન્કો તથા માઇક્રો ફાઇનાન્સના કર્મચારીઓ ઉપસ્થિત રહિયા હતા,તેઓની સાથે સંકલન કરી નિમયોનુસાર લોન આપવા મદદ કરવામાં આવશે તેવું દાહોદ જિલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું.અંતે વ્યાજખોરોની બંદીને ડામવા લોક દરબારમાં આવનાર તમામ વ્યક્તિઓ અને મહિલાઓ માટે ચા નાસ્તો અને પાણીની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કરવામાં આવી હતી.

