Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ રામસાગર તળાવમાં ન્હાવા પડેલ બે વ્યક્તિ ડૂબી જતાં ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા

ઝાલોદ નગરના રામસાગર તળાવ ખાતે બે વ્યક્તિના ડૂબી જવાના સમાચાર નગરના ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સને મળતા તૈયારીમાં ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ રામસાગર તળાવ ખાતે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ અને તેમના સ્ટાફની સુંદર કામગીરી અને સમયસૂચકતા થી તળાવમાં ડૂબી રહેલ બંને વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે નગરમાં ફરતા તળાવ પર મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડેલ હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મામલતદારના કર્મચારીઓને સાથે રાખી મોકડ્રિલ કરવામાં આવેલ છે તે સાંભળી સહુને હાશકારો થયેલ હતો અને આ યોજવામાં આવેલ મોકડ્રિલમા ફાયર વિભાગની સુંદર કામગીરીને ઉપસ્થિત સૌ લોકોએ સરાહી હતી.
ગુજરાત સરકાર દ્વારા વર્ષાઋતુ 2024 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે અચાનક આવી પડેલ આપત્તિને પહોંચી વળવા મોકડ્રિલ કરવાનું સૂચન દરેક નગરપાલિકાને કરેલ હતું. તેના ભાગરૂપે ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ બચુભાઈ દ્વારા સમગ્ર ઘટનાક્રમનુ વાસ્તવિક પરિસ્થિતિ હોય તેમ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ હતી અને તળાવમાં કોઈ ડૂબી નથી રહ્યું તે સાંભળી ઉપસ્થિત સૌ લોકોએ હાશકારો લીધો હતો.

Share

Related posts

ઝાલોદ નગરના મોક્ષધામની કામગીરીના બાકી નીકળતા રૂપિયા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા સ્વાગતમા અરજી કરાઈ

gujaratjanekta

ધાનપુર તાલુકાના ઘડા ગામે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ, આ બેઠકે ગુજરાતને આપ્યા છે બે મુખ્યમંત્રી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial