Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

આજરોજ વડોદરા ખાતે શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજી સેન્ટરનો ડભોઇ ધારાસભ્યશ્રી શૈલેષભાઇ સોટ્ટા, ગુજરાત બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષશ્રી શૈલેશભાઈ ઠાકર અને વડોદરાના પૂર્વ મેયરશ્રી ડૉ. ભરતભાઈ ડાંગરના હસ્તે ભવ્યાતી ભવ્ય શુભારંભ – જાણો વધુ

સંકેત પંડ્યા -એડિટર

આજરોજ વડોદરા ખાતે વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ ઝીલીયોન ધ સ્પલેન્ડિડમાં શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજીના નવીન સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન દર્ભાવતી (ડભોઈ) વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારીશ્રી શૈલેષભાઇ ઠાકર, પૂર્વ મેયરશ્રી અને પ્રભારીશ્રી પંચમહાલ જિલ્લા ભાજપના શ્રી ડૉ. ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના કોર્પોરેટર શ્રીમતી તેજલબેન બીજલભાઈ વ્યાસ, કોર્પોરેટરશ્રી અજીતભાઈ દધીચ, કોર્પોરેટરશ્રી વિનોદભાઈ ભરવાડ, પૂર્વ કોર્પોરેટરશ્રી દાદુભાઇ ગઢવી, પૂર્વ કોર્પોરેટરશ્રી અશોકભાઈ પંડયા, પૂર્વ કોર્પોરેટરશ્રી અને ચેરમેનશ્રી શંકરલાલ ત્રિવેદી, ગોધરાની પ્રખ્યાત મહાવીર પાઉંભાજીના શ્યામભાઇ ગોસ્વામી, કમલેશભાઈ ગોસ્વામી સહિત શહેર અને જિલ્લાના રાજકીય આગેવાનો, વરિષ્ઠ પદાધિકારીઓ, શહેરના જનલોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરી જર્નાલિસ્ટ સંકેતભાઈ પંડયા તેમજ દિનેશભાઇ ગોસ્વામી દ્વારા દર્ભાવતી (ડભોઈ) વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારીશ્રી શૈલેષભાઇ ઠાકર, પૂર્વ મેયરશ્રી અને પ્રભારીશ્રી પંચમહાલ જિલ્લા ભાજપના શ્રી ડૉ. ભરતભાઈ ડાંગરને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

આ નવિન શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજીના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સૌએ ગુણવતામાં શ્રેષ્ઠ અને ટેસ્ટમાં બેસ્ટ…આઈસ્ક્રીમનો ટેસ્ટ કરી તેના વખાણ કર્યા હતા.

અંતમાં વડોદરા સહિત પંચમહાલ, મહીસાગરથી પધારેલ તમામ મહેમાનોનો તેમજ ઉપસ્થિત સૌ કોઈનો શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજીના પરિવારે આભાર માન્યો હતો.

Share

Related posts

ભાઈ અને ભત્રીજા ના ઝગડા માં છોડાવાની કોશિશ કરતા મોટા ભાઈ થઈ હત્યા

gujaratjanekta

૫ સપ્ટેમ્બરના રોજ કાંકણપુર ખાતેની શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાંથી સંત તાલુકા ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી દ્વારા વધારાના નાણા કપાત કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial