Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ગોધરા- સાવન કૃપાલ રૂહાની મિશન સેન્ટરના 26 વર્ષ પુર્ણ થતા હજુરબાબા સાવનસિંહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

ગોધરા શહેરમાં સાવન કૃપાલ રૂહાની મિશનના પરમ સંત રાજેન્દરસિંહજીની ક્રૃપાથી આ સેન્ટરના 26 વર્ષ પુર્ણ થયાના ભાગરૂપે હજુરબાબા સાવનસિંહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૭ થી ગોધરા શહેરના આ સેન્ટરમાં દર રવિવારે સત્સંગ, લંગર પ્રસાદ તથા માનવ સેવાના તમામ કાર્ય થાય છે ત્યારે આજરોજ મોટી સંખ્યામાં સત્સંગ સાથે જોડાયેલા ગોધરા શહેર તેમજ ગામોના લોકોનું ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજરોજ યોજવામાં આવેલ સાવન કૃપાલ મિશન ગોધરા સેન્ટરના આ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની, ગાંધીનગર ખાતેથી પધારેલ વક્તાશ્રી લલીતભાઈ તેમજ શ્રી પ્રભુજી ઉપસ્થિત રહી કાર્યક્રમને રસપ્રદ બનાવ્યો હતો.


વક્તાશ્રી લલીતભાઈ દ્વારા લોકોને સત્સંગનું જીવનમાં શુ મહત્વ છે ? તેમજ આત્મા અને પરમાત્મા વચ્ચેના સંબધની સમજણ આપી ઉપસ્થિત સૌ કોઈના હ્રદયને સ્પર્શે તેવી આધ્યાત્મિક વાત કરી હતી. ગોધરા શહેરની બાલિકાઓ તથા ગવાસી ગામના ભૂલકાઓ દ્વારા સત્સંગી ગીત સાથે અભિનય કરી સૌના દિલ જીતી લીધા હતા.


આ કાર્યક્રમમાં આવેલ આજુબાજુના ગામલોકોના આંખની તપાસ, દાંતનું ચેકપ , બીપી, બ્લડ ડોનેશન ઉપરાંત સર્વ રોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાનું ચેકઅપ કરાવી રકતદાન પણ કર્યું હતું.


આ કાર્યક્રમમાં શ્રી નારાયણ આરોગ્યધામના ડો.સ્નેહા ખરાદી ડેન્ટલ સર્જન, ડો.કમલેશ ગઢવી, ડો. નીલાંગ સોની, ડો. કેયુર સોની, ડો. પ્રતીક મિશ્રા, ડો.યોગેશ તુલસીયાણી, ડો. હિરલ આશ્યાની સહિતની ડોક્ટર ટીમ દ્વારા સત્સંગમાં આવેલ તમામ લોકોના આંખની તપાસ, દાંતનું ચેકપ , બીપી, બ્લડ ડોનેશન ઉપરાંત સર્વ રોગ નિદાન કરી સર્વને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાનું ચેકઅપ કરાવી રકતદાન પણ કર્યું હતું.


કાર્યક્રમના અંતે શ્રીનાથ હોટલના ગોવિંદભાઈ એમ ભાવસાર (પ્રમુખ), ગૌતમભાઈ ગઢવી , ગવાસી ગામના સરપંચશ્રી પ્રવિણ ગઢવી તેમજ સાવન કૃપાલ રૂહાની મિશન સાથે જોડાયેલ સાથી ટીમે સાથ સહકાર પુરો પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

ખેડૂત લુકજીભાઈ ડામોરને ત્યાં કિસાન સંમેલન કરવામાં આવેલ હતું

gujaratjanekta

આજે દાહોદ સહેર માં એન કે એકેડમી તરફ થી સ્ટુડન્ટ ઓફ ધી યેર10 અને 12 ધોરણ ના વિદ્યાર્થીઓ ને એવોર્ડ આવામાં આવ્યું

gujaratjanekta

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન અંતર્ગત વિજ્ઞાન પરીક્ષા કોણ આપી શકે અને ક્યારે યોજાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial