Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ A.S.P વિજયસિંહ ગુર્જરની પ્રમોશન સાથે બદલી – જાણો વધુ

કિશોર ડબગર – ઝાલોદ

ઝાલોદ ડિવિઝનના એએસપી વિજયસિંહ ગુજ્જરનો  વિદાય સમારંભ યોજાયો. જેમાં તેઓની વલસાડ ખાતે કમાન્ડર SRPF ગ્રુપ 14 ના પદે પોસ્ટિંગ સાથે પ્રમોશન મળ્યુ છે. ઝાલોદ તાલુકાના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે પોલીસ પરિવાર દ્વારા આ વિદાય સમારંભ યોજાયો.

આગામી બે ત્રણ માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની હોઈ ગુજરાત સરકાર દ્વારા જાહેર હિતમાં તબક્કાવાર પોલીસ અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ રાજ્ય સરકાર દ્વારા 22 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરતા ઝાલોદ ડિવિઝનમાં એ.એસ.પી તરીકે ફરજ બજાવતા 2018 ની બેચના આઇપીએસ અધિકારી વિજયસિંહ ગુર્જરને વલસાડ જિલ્લાના કલ ગામ ખાતે એસઆરપી ગ્રુપ 14માં બદલી કરવામાં આવી છે. ઝાલોદ ડિવિઝન ના એ. એસ. પી શ્રી વિજય સિંહ ગુર્જર સાહેબનું વલસાડ જિલ્લામાં પ્રમોશન સાથે બદલી થઈ.

 

શ્રી વિજય સિંહ ગુર્જર ખેડૂત પરિવારના માંથી આવે છે. સાહેબશ્રી એ 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બન્યા હતા. જ્યાંથી સાહેબશ્રી ડી. સી. પી પરમાદિત્ય થી પ્રભાવિત થઈ યુ. પી. એસ. સી ની તૈયારી માં લાગી ગયા. 2018 માં યુ. પી. એસ. સી પરીક્ષા માં 574મી રેન્ક મેળવી.

શ્રી વિજય સિંહ ગુર્જર ઝાલોદ ડિવિઝન માં એ. એસ. પી તરીકે ફરજ બજાવી છે. ઝાલોદ ડિવિઝન માં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે છે તેમણે સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે ઝાલોદ ડિવિઝન ના લોકો પોલીસ મથક માં અંદર આવતા પહેલા ચંપલ ઉતારીને અંદર આવે છે, ઓફિસની ખુરશીઓ પર નથી બેસતા. આ સમ્માન છે, ડર છે કે બીજું કંઈ ? એ. એસ. પી ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા માટે જ છે આવો બેસો પાણી લો અને કહો અમે તમારી કેવી રીતે મદદ કરી શકીએ છીએ. આ આવેદન પછી લોકો અને પોલીસ વચ્ચેનો ભેદભાવ ખતમ થવા લાગ્યો હતો અને તેમના થી લોકો ઘણા પ્રભાવિત થયા છે.

શ્રી વિજય સિંહ ગુર્જર સાહેબની બદલી સાથે પ્રમોશન મળ્યું માટે ઝાલોદ ના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે પોલીસ પરિવાર દ્વારા તેમનું વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં વિજય સાહેબે લોકોને તેમના તરફ થી મળેલા પ્રેમ અને સાથ – સહકાર આપ્યો તે માટે તેમણે આભાર માન્યો અને સાથે તેમને ખાકી ના સમ્માન માટે ની વાત કરી હતી.
સમારોહ પછી તેમના સમ્માન માટે ડી.જે સાથે વરઘોડો નીકળ્યો હતો. તેમના કામ ને તેમના ગયા પછી પણ લોકો યાદ કરશે તેવા કામ કર્યા. સાહેબશ્રી ને લોકો હંમેશા યાદ રાખશે. છુટા પડવાની લાગણીશીલ વેળાએ ઉપસ્થિત  સૌ કોઈની આંખોમાં હર્ષના આશું આવી ગય‍ હતા

Share

Related posts

દિલ્હી મુંબઈ કોરીડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે

gujaratjanekta

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો : જેરેમી લાલરિનુંગાએ ૧૯ વર્ષની ઉંમરમાં વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial