સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા ગાંધીનગર ની સૂચના અને માર્ગદર્શન અનુસાર સમગ્ર શિક્ષા પંચમહાલ જીલ્લા દ્વારા આયોજિત જિલ્લાના તમામ તાલુકાના બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટર ની સક્ષમ શાળા અંગે બે દિવસીય તાલીમ ઇકો ટુરિઝમ જાંબુઘોડા ખાતે યોજવામાં આવી.

તાજેતરમાં ગુજરાતમાં બનેલ દુખદ ઘટનાના ભાગરૂપે વેકેશન ખુલતા રાજ્યની તમામ શાળાઓ માં સલામતી અને સાવચેતીના ભાગરૂપે ફાયર સેફટી તેમજ સક્ષમ શાળા અંગેની તાલીમમાં શાળાઓમાં સ્વચ્છતા, સલામતી, સ્થાયીકરણ જેવા જુદા જુદા વિષય ઉપર બાળકો માટે પાણી, શૌચાલય, આરોગ્ય શિક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન જેવા મુખ્ય વિષયો પર તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ, વિડિયો તેમજ કેસ સ્ટડી સાથે તાલીમ આપવામાં આવી હતી.

પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમાર ની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલીમનું આયોજન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કચેરીમાં ફરજ બજાવતા નીતિનભાઈ પટેલ- QEM Co. દ્વારા કરવામાં આવ્યું હતું.

તાલીમમાં ટીઆરપી તેમજ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા બે દિવસની સુંદર તાલીમ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

