Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

ફતેપુરા માં તાલુકા પંચાયત કચેરી ખાતે “લખપતિ દીદી” કાર્યક્રમ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  • ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો
    સ્વ સહાય જૂથની બહેનોને સહાય અર્થે ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા
    ફતેપુરા.  રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વડાપ્રધાનશ્રીની વર્ચ્યુયલ ઉપસ્થિતિમાં “લખપતિ દીદી”ને ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. લખપતિ દીદી એટલે ટૂંકમાં કહીએ તો સ્વ સહાય જૂથની એવી બહેનો કે જેઓ વાર્ષિક રૂ. ૧ લાખ અથવા તેથી વધુ કમાણી કરે છે.
    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા પરિયોજના વિકાસનો મૂળ હેતુ નિભાવક્ષમ આજીવિકા વિસ્તરણ અને નાણાકીય તથા પસંદગીની જાહેર સેવાઓમાં પ્રવેશ મારફતે કુટુંબની આવક વધારવા તેમજ ગ્રામીણ ગરીબવર્ગને સક્ષમ બનાવવાનો છે. જેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સભ્યોને સખી મંડળો સ્વ સહાય જૂથોમાં સંગઠિત કરી ગરીબીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવે છે.આ કાર્યકમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરીને લખપતિ દીદી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ધારાસભ્યશ્રી ધારાસભ્ય રમેશભાઈ કટારા અને મહાનુભાવના વરદ હસ્તેલાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરીને લખપતિ દીદીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અનુરૂપ ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં મામલતદાર એન એસ વસાવા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી તાલુકા પંચાયતના સભ્ય શ્રી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેમજ સ્વ સહાય જુથ ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Share

Related posts

જુનાગઢ મનપાયે ચોક ના નવા નામકરણ નો સર્વાનુમતે કરેલો ઠરાવ બહુમતીના જોરે રદ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના આરોગ્ય કેન્દ્રના કર્મચારીને આરોગ્ય લક્ષી સેવાઓ માટે ગણતંત્રના દિવસે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : પંચમહાલની આ બેઠક પર પુરુષ કરતા સ્ત્રીઓમાં મતદાની જાગૃતિ વધારે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial