Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રેશનકાર્ડ ધારકો ઘરેબેઠા ઓનલાઈન e-KYC કરી શકશે

દાહોદ : ભારત સરકાર ઘ્વારા ૧૦૦ % e-KYC ની કામગીરીને લક્ષમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે ” રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ ઘરબેઠા e-KYC કરી શકે તે માટે “Face authentication” આધારીત e-KYC ની સુવિધા માટે “MY Ration App” તૈયાર કરવામાં આવેલ છે. જેને Google Play store પરથી ડાઉનલોડ કરી રેશનકાર્ડની જરૂરી વિગતો નાખી OTP જનરેટ કરવાનું હોય છે. જે સભ્યનું e-KYC ની કરવાનું હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્કીન પર આધારકાર્ડની જરૂરી વિગતો દેખાશે. ત્યારબાદ ”મંજુરી માટેની વિગતો મોકલો” ઓપ્શન પર કલીક કરવાથી સદર અરજી સબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. ત્યારબાદ સદર અરજી મંજુર/ નામંજુર કરવાની કામગીરી સબંધિત મામલતદાર કચેરી ઘ્વારા હાથ ધરવામાં આવશે. ઉપરોકત MY RATION APP દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી વિનામુલ્યે થાય છે. જેના માટે કોઈપણ ચાર્જ ચુકવવાનો રહેતો નથી. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે.

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં ગામડી PHC ખાતે આરોગ્ય કિરણ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું

gujaratjanekta

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

સુરતમાં 2 લાખના વિદેશી પક્ષીની જોડીની ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઈ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial