Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની ભવ્ય જીત : 5 લાખથી વધુની લીડ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું. છેલ્લા મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે 7મી મેએ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંચમહાલ લોક્સભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે આજે 4 જુનના રોજ મત ગણતરીની શરૂઆત થઈ હતી.

પંચમહાલ બેઠક પર આ વર્ષે 58.85 % મતદાન નોંધાયું હતું. પંચમહાલ બેઠકની 7 વિધાનસભા ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ શરૂઆતમાં જામ્યો હતો. જેમાં ભાજપ તરફથી રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ ચૌહાણ મેદાને હતા. BJP ના યુવા ઉમેદવાર રાજપાલસિંહ જાદવે 18 લોકસભા પંચમહાલ બેઠક ઉપરથી 5 લાખથી વધુ મત સાથે જીત મેળવી છે.

રાજપાલસિંહ જાદવ સ્વભાવે શાંત અને યુવાનોને પ્રેરણા આપનાર વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. પંચમહાલ – મહીસાગર જીલ્લાના લોકોમાં ભાજપ ની ૫ લાખની લીડથી  જીતનાર રાજપાલસિંહ જાદવને લઈને લોકોમાં ખુશીનો માહોલ ફેલાય જવા પામ્યો છે.

Share

Related posts

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

Admin

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

gujaratjanekta

ફતેપુરા મામલતદાર નેભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial