Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પાટણના વેપારીના ગળે છરી ભરાવી રૂ. 4.6 લાખની લૂંટ, એક ઓળખાયો

સંકેત પંડ્યા – એડિટર

પાટણના પશુઆહારની દુકાન ચલાવતા વેપારી આપેલ પશુઆહારની ઉઘરાણી કરીને રૂપિયા લઇને પર પાટણ આવી રહ્યા હતા. તે વખતે સાંપ્રા ગામે ઉત્તર બુનિયાદી વિદ્યાલય નજીક કાર રોકાવી ધોકા વડે કારના કાચ તોડીને વેપારીને ગળાભાગે છરી ભરાવીને રૂ. 4.6 લાખની લૂંટ ચલાવી નાશી છૂટ્યા હતા. આ અંગે વેપારીએ સરસ્વતી પોલીસ મથકે એક શખ્સ નામ જોગ સાથે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પાટણ શહેરના પશુ આહાર દુકાનના વેપારી પ્રકાશભાઇ દશરથભાઇ ભાટીયા રહે.પાટણ તેઓ રવિવારે તેઓની હિસાબની ઉઘરાણી કરીને રોકડ રૂ. 4.6 લાખ લઇને તેમની કારમાં પાટણ આવી રહ્યા હતા. તે વખતે સરસવતી તાલુકાના સાંપ્રા ગામે ઉત્તર બુનિયાદી વિલાયલ નજીક રવિવારે સાંજ 4 કલાક અરસામાં તેમની કારની બાઇક અને કાર નંબર પ્લેટ વગર લઇને આવીને તેઓની ઓવરટેક કરી ગાડી રોકાવી કહેતા વેપારીએ કાર રોકી હતી.

ત્યાર 6 શખ્સોએ ધોકા વડે કારના કાચ તોડીને ગળાના ભાગે છરી ભરાવીને રૂ.4.6 લાખની ભરેલ બેગ તેમજ મોબાઇલ એક જેની કિ.રૂ.10000 ની લૂંટ ચલાવી નાશી છૂટ્યા હતા આ લૂંટ કરવા આવેલ શખ્સમાં એક રબારી નાગજીભાઇ રહે.અબ્લુવા તેઓ ઓળખતા હતા. આ અંગે વેપારીએ સરસ્વતી પોલીસ મથકે શખ્સ રબારી નાગજીભાઇ રહે.અબ્લુવા તા.સરસ્વતી અને બીજા પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ અધિકારી પીઆઇ એમ.કે.ચૌધરી જણાવ્યુ હતુ કે આ લૂંટની ઘટનમાં વેપારીને ઇજાઓ થઇ નથી અને છ શખ્સોમાં એક શખ્સ નામ સાથે ઓખળે છે.

Share

Related posts

મહીસાગર માતા મુક્તિ ધામ ટ્રસ્ટ દ્વારા દેગમડા ખાતે નવીન સ્મશાન ગૃહનું નિર્માણ કાર્ય પુરજોશમાં – જાણો વધુ

gujaratjanekta

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

gujaratjanekta

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે દ્વારા અલગ અલગ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial