Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચાકલીયા પો.સ્ટે વિસ્તારના પેથાપુર મુકામે થી 53240 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો

પંકજ પંડિત- ઝાલોદ.

ચાકલીય પો.સ્ટેશનના પી.એસ.આઇ જે.કે.રાઠોડ પેથાપુર મુકામે સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે ગામતળ ફળીયામા રહેતા રાજુ સીંગા ખડીયાના ઘરે થી થોડે દૂર તેમના જ ભોગવટામા આવેલ ઘાસચારા મૂકવાના કાચા ઢાળીયામા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બાતમીને આઘારે મળી આવેલ હતો.પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા બિયરની કુલ 18 પેટી મળી આવેલ હતી. જેમાં કુલ ટીન અને બોટલ મળી કુલ 444 નંગ બોટલ મળી આવેલ હતી જેની કિંમત આશરે 53280 રૂપિયા થાય છે. જેથી પોલીસ દ્વારા ફરાર રાજુ ખડીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

સોમનાથમાં ૮૦ ટકા અતિથિગૃહો છે બે વર્ષ બાદ થયા છે હાઉસફુલ

gujaratjanekta

આ એ વાતનો પુરાવો છે કે ભાજપ-કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે – કેજરીવાલ

gujaratjanekta

સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની અંદર નોંધાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial