Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

બ્યુરો કેતન ભટ્ટ.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

MCMC અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ કામગીરીની માહિતી અને માર્ગદર્શન માટેનો તાલીમ વર્ગ યોજાયો

દાહોદ:- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલ કર્મચારીઓનો તાલીમવર્ગ જિલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે યોજાયો હતી.
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે મીડિયા નોડલ અધિકારી શ્રી એસ.જે.બળેવીયા દ્વારા કર્મચારીઓને જિલ્લામાં કાર્યરત સ્થાનિક સમાચાર ચેનલોમાં પ્રસારિત થતા પેઈડ ન્યૂઝ, પેઈડ જાહેરાત, આદર્શ આચાર સંહિતા ભંગ કરતાં સમાચારો સહિત સંદર્ભે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા કક્ષાએ MCMC કમિટી સહિત વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવે છે. MCMC કમિટી સમાચાર માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં પેઇડ ન્યુઝ મોનિટરીંગ કરવાની કામગીરી કરે છે. આ તાલીમવર્ગનું સંચાલન એસ.જે.બળેવીયા એ કર્યુ હતુ.
આ તાલીમ વર્ગમાં ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલા કર્મચારીશ્રીઓ અને દાહોદ જિલ્લા માહિતી કચેરીના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી

Admin

લિટલ માસ્ટર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ લીમડી ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી

Admin

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪દાહોદ જિલ્લામાં કાયદા વિભાગના નાયબ સચિવ સી.બી.મખોડિયાના અધ્યક્ષસ્થાને માતવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial