Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

બ્રાહ્મણ સમાજ ની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને ન્યાય અપાવવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને અન્ય સંગઠનોની હાકલ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

મહીસાગર જિલ્લાના ડેભારી ગામની બ્રાહ્મણ સમાજ ની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને કાયદાના રક્ષક ગણાતા પી.આઈ ખાચરે જાણે પોતે જ રક્ષક જ ભક્ષક બની બની ગયા તેમ એ પી.આઈ ખાચરે બ્રાહ્મણ સમાજની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને ફસાવીને તેને લગ્નની લાલચ આપી હતી. પોતે કાયદાના નિષ્ણાત હોવા છતાં પણ આવી રીતે લગ્નની લાલચ આપી હતી. અંતે છેવટે ડોક્ટર વૈશાલીને આ બાબતની ખબર પડી કે કાયદાનો રક્ષક ગણાતા પીઆઇ ખાચર પોતે મેરિડ છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

ત્યારબાદ ના છૂટકે ડોક્ટર વૈશાલી જોશીએ સરકારી કચેરીમાં જઈને સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે જે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના ગણવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ સમાજ અને તેના પરિવારે એક હોનહાર દીકરી ગુમાવવાનું વારો આવ્યો છે.
ત્યારે આ દીકરીના પરિવારને ન્યાય અપાવવા માટે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા અન્ય સંગઠનો મેદાને ઉતરીને દીકરીને ન્યાય મળે તે માટે એક મનથી લડી લેવાના મૂળમાં જણાઈ રહ્યા છે.


દીકરીને ન્યાય અપાવવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શૈલેષભાઈ ઠાકર ગુજરાત પ્રદેશ દ્વારા મુખ્યમંત્રી તેમજ રાજ્યના ગૃહ મંત્રીને એક લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગણી કરવાનું જણાવ્યું છે અને લેખિત રજૂઆતમાં આરોપી પીઆઇ ખાચરની તાત્કાલિક ધરપકડ કરીને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માગણી કરવામાં આવી છે. સરકાર દ્વારા સમાજના રક્ષણ માટે મુકેલા પીઆઇ ને કડકમાં કડક સજા મળે તે રીતે ફરિયાદ લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સમાજની લાગણી અને માગણી છે. જો વાડ જ ચીભડા ઘડી જતી હોય તો ફરિયાદ કોને કરવી ?

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે સમાજ આ દીકરીનો કેસ સારા વકીલને રોકીને લડશે અને આ દીકરીને ન્યાય અપાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજનું એક પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં રજૂઆત કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી તેમજ જરૂરિયાત જણાશે તો મુખ્યમંત્રીને મળવા માટે પણ જવાનું નક્કી કરવામાં આવશે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરકારની વિનંતી પણ કરવામાં આવી છે કે આ દીકરીને ન્યાય અપાવીને આવા રક્ષકો જ ભક્ષકો બને છે તેમને કડકમાં કડક સજા કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે. જો આ દીકરીને તથા દીકરીના પરિવારને આ દુઃખદ ઘટના બાબતે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા લાગતા વળગતા તંત્રની આ વેદનાપત્ર પાઠવીને યોગ્ય ન્યાય માટે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવતા પણ ખચકાશે નહીં.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે ક્રેટા કાર માંથી 9,09,120 રૂપિયાનો પોશડોડાનો જથ્થો ઝડપાયોક્રેટા કાર માંથી અલગ અલગ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર નંબર પ્લેટો મળી આવી

gujaratjanekta

ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ મામલતદાર દ્વારા ગરબાડા ચોકડી પર નકલી એન એ ના હુકમોનો ભોગ બનેલા મિલકત દારોની દુકાનો પર નોટિસો ચોટાડાતા વેપારીઓમાં ખળભળાટ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial