Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દેવગઢ બારીયા આઈ. ટી.આઈ. ખાતે નવીન મતદારોને મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું

બ્યુરો કેતન ભટ્ટ.

દાહોદ:- લોકોમાં અને બાળકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે.
દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના હેઠળ દાહોદ જિલ્લામાં “મત આપશે દાહોદ ઝુંબેશને” સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદાન અંગે જાગૃતિ માટે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે જે પૈકી દેવગઢબારિયા આઇ.ટી.આઇ. ૧૦૦ વધુ જેટલા તાલીમાર્થીઓએ મતદાતાઓમાં ચૂંટણી વખતે મતદાન વિશે જાગૃતિ મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં અંતે સૌએ મતદાનનો સંકલ્પ “આવો,મતદાનનો સંકલ્પ લઈએ” હેઠળ જગ્યા પર ઉભા થઈ સંકલ્પ લીધો હતો. ૧૦૦ થી વધુ તાલીમાર્થીઓ તથા સ્ટાફ હાજર રહ્યા હતા.

Share

Related posts

પાટીદારોના ગઢમાં સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યોજાયો રોડ શો – 27 કિમી લાંબો રોડ શો

Admin

ચાંદણગઢ ખાતે આઈ શ્રી ખોડીયાર મંદિરના જીણોધ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાયો – જુઓ VIDEO

gujaratjanekta

રાજ્યની ગ્રામ પંચાયતોમાં તાળા મારી તલાટીઓ હડતાલ પર ! : ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાઈ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial