Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના યુવાનની આગવી સૂઝબુઝ થી બસમાં બેસેલ અંદાજીત સિત્તેર જેટલા મુસાફરોની જાન બચાવી

પંકજ પંડિત

રાજસ્થાન રોડવેજની બ્રેક ફેઇલ થતાં મુસાફરો એ બુમાબુમ કરી મુકી ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં રહેતો યુવાન ઝહીરખાન પઠાણ પોતાના અંગત કામે બાંસવાડા ગયેલ હતા પોતાનું કામકાજ પતાવી તેઓ બાંસવાડા થી પરત રાજસ્થાન રોડવેજ બાંસવાડા થી કુશલગઢમાં બેઠા હતા. ત્યારે તેમણે તેમના સાથી આવેલ વ્યક્તિને શીટ પર બેસાડી પોતે બસમા જગ્યા ન હોવાથી ઉભા રહી ગયેલ હતા. બડૌદીયા સુધી બસમા પેસેન્જરો ઉતર્યા અને નવા પેસેન્જર બેઠા પણ હતા. અંદાજીત 55 શીટની વ્યવસ્થા વાળી પેસેન્જર વધુ હોવાથી બીજા પેસેન્જર ઉભા હતા જેથી અંદાજીત 70 જેટલા પેસેન્જરો આ બસમા બેસેલ હોવાનો જાણવા મળેલ છે.બડૌદીયા ગામથી બસ ઉપડતા આગળ વધતા કલીંજરા ગામ આવતા ડ્રાઇવર દ્વારા બ્રેક મારવાનો પ્રયાસ કરતા બ્રેક વાગી ન હતી તેમજ ડ્રાઇવર દ્વારા બૂમાબૂમ કરી બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. બ્રેક ફેઇલ થઇ જવાનું પેસેન્જરોને સંભળાતા બસમા ચીસાચીસ થઈ ગયેલ હતી તેમજ બસનો ડ્રાઇવર પણ ડરી ગયેલ હતો તેવામાં ઝાલોદ નગરના યુવક દ્વારા તાત્કાલિક બસના સ્ટેંરીંગ પર બેસી બસના ડ્રાઇવરને હિંમત આપી અને બસ પર કંટ્રોલ કરી કોઈ પણ જાનહાનિ સર્જાયા વગર જેમતેમ કલીંજરા પાર કરી દીધેલ ત્યાર બાદ બસ આગળ વધતા હીરણ નદી તરફ વધવા લાગી હતી બસમા બેસેલ મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયેલ હતા. ત્યારે ઝાલોદના યુવાનની આગવી સૂઝબુઝથી એક માટીનો મોટો ટેકરો આવતા ઝાલોદના યુવાન દ્વારા તે ઢગલા પર બસ ચઢાવી દેતા બસ રોકાઈ ગઈ હતી અને બસમા બેસેલ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસ માંથી ઉતરતા વ્યક્તિઓ સહુ બચી જતાં સહુના જીવમાં જીવ આવ્યો હતો અને દરેક મુસાફરોએ ઝાલોદ નગરના યુવાનની નિર્ભય બની કરેલ કામગીરીની પ્રશંસા કરી હતી. બસની બ્રેક ફેઇલ થયેલ હોવાથી બસની હાલત જોઈ મોટા પ્રમાણમાં સ્થાનિકો બસ પાછળ દોડયા હતા અને બસ ઉભી રહેતા ત્યાં મોટા પ્રમાણમાં સ્થાનિકોની ભીડ ભેગી થઈ ગયેલ હતી.

Share

Related posts

વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ધટના : બોટ પલટી જતા 12 માસૂમોના મોતના જવાબદાર કોણ ? – જુઓ VIDEO

gujaratjanekta

બનાસકાંઠામાં અર્બુદા સેનાનું આક્રોશ સંમેલન : વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ડોક્ટર એસોસિયન દ્વારા ઓપીડી બંધ રાખી મામલતદાર આપેલ આવેદન પત્ર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial