Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ. આઇ. વી દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

આજરોજ તારીખ ૪/૧૨/૨૦૨૪ ના રોજ ૧ લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણી નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ દ્વારા આયોજિત અને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી ઇન્ચાર્જ શ્રી જિલ્લા ટીબી/એચઆઈવી અધિકારી શ્રી એ. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના પ્રમુખશ્રી ખાનચંદ ઉડવાણી, સેક્રેટરીશ્રી અલીભાઈ ચુનાવાલા, ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ, ચેર પર્સન શ્રી શબ્બીરભાઈ નગદી, ચેર પર્સન શ્રી મુકેશભાઈ માળી, ચેર પર્સન શ્રી છોટુભાઈ બામણીયા,ચેર પર્સન શ્રી રમેશભાઈ જોષી ના કરકમલો દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીને ધાબળા વિતરણ તથા પોષાક-આહાર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમના ભાગરૂપે ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ અને ચેર પર્સન શ્રી છોટુભાઈ બામણીયા દ્વારા રોટરી ક્લબ દાહોદ ના ઇતિહાસ અને તેના નેજા હેઠળ લોકોના હિત માટે સામાજિક કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જિલ્લા ક્ષય કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રીક ટીબી એચઆઇવી ઓફિસર શ્રી ડોક્ટર એ. આર. ચૌહાણ દ્વારા એચઆઇવી
/એઇડ્સ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. ડિસ્ટ્રીક એડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ,એઆરટી સેન્ટર, લિંક વર્કર સ્કીમ, ટી. આઈ. વિગેરેના તમામ સ્ટાફશ્રીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.આ વર્ષે WHO ની 2024 ની થીમ “Take the right path:my health,my right”ના સૂત્ર સાથે એ.આર.ટી. સેન્ટર દાહોદ દ્વારા એચઆઇવી /એઇડ્સ વિષયક જનજાગૃતિ તથા દવાની મહત્વતા વિશે રોલ પ્લે દ્વારા સમજ આપવામાં આવી. ત્યારબાદ જરૂરિયાત મંદ લાભાર્થીને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી કુલ 100 જેટલા લાભાર્થીઓને ધાબળા તથા પોષાક-આહારની ચેરિટી કરવામાં આવી. કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ યુનિટ, દિશા દાહોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ સદર કાર્યક્રમ મા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ ના દાતાઓ જીલ્લા કક્ષાનો આરોગ્ય સ્ટાફ SBCC ના સભ્યો અને દર્દીઓ હાજર રહ્યા હતાં.

Share

Related posts

ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રી મેહુલભાઈ મછારના અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકાની કદવાળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો પ્રવેશોત્સવ

gujaratjanekta

ઝાલોદ ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તામાં બનેલ દુખદ ઘટના અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભગવાન બિરસામુંડા નો 150 મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial