Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરના વાવડી ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સહિત તમામ સામાન આગમાં સ્વાહા

પંકજ પંડિત

અચાનક આગ લાગતા હિન્દુ મુસ્લિમ સમાજના સહુ લોકોના સહિયારા પ્રયાસો થી આગને કાબૂમાં લેવાઈઝાલોદ નગરના વાવડી ફળિયામાં ના રાત્રીના 8 વાગ્યા દરમ્યાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. લાકડાની બનાવટના જૂના મકાનમાં આગ લાગતા આગ બેકાબુ બની ગયેલ હતી. આગને કાબુમાં લેવા હિન્દુ અને મુસ્લિમ સમાજના સહુ લોકોએ સહિયારા પ્રયત્નો કરવા લાગ્યા હતા. આગ એટલી ભયંકર લાગી હતી કે મકાનની અંદર રહેલ બધો માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો. આગ લાગતાની સાથે નગરપાલિકાનું ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતું તેમજ વધુ આસપાસના વિસ્તારમાં આગ ન વધે તેની તકેદારી રૂપે દાહોદ થી પણ ફાયર બોલાવવામાં આવેલ હતું. આગ એટલી ભયંકર લાગી હતી કે આગ ઓલવવા માટે લગભગ દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ મકાનમાં બ્રહ્મ સમાજના લાલાભાઈ અને તેમની બહેન રહેતા હતા. સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી પણ મકાનની અંદરનો ઘરવખરી સહિતનો બધો સામાન બળીને આગમાં સ્વાહા થઈ ગયેલ હતો. આ ભાઈ બહેનનું મકાન બળીને ખાખ થઈ જતાં તેઓ માટે રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા માટે સહુ કોઈ ચિંતિત જોવા મળતા હતા.આગ લાગેલ સ્થળે પ્રાંત અધિકારી ,મામલતદાર, પોલીસ સહુ ઘટના સ્થળે દોડી આવી પૂરી ઘટનાનો તાગ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે જોડાયેલ હિન્દુ અને મુસ્લિમ સમાજના સહુ લોકો એકજૂટ થઈ આગને ઓલવવાના તમામ પ્રયાસો કર્યા હતા. મકાનમાં આગ લાગતા એક પરિવારનો માળો છીનવાઈ જતાં આ સ્થળનો તાત્કાલિક સર્વે કરી અધિકારીઓ સહાય આપી મકાન બનાવી આપે તેવી નગરમાં લોકમાંગ ઉઠવા પામી હતી. આ આગને લીધે આ આખું મકાન બળી જતાં આઠ થી દસ લાખના નુકસાની મકાનમાં રહેલતા પરિવારને થયેલ છે તેમજ આ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોઈ સરકાર તાત્કાલિક કોઈ સરકારી સહાય જાહેર કરે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના આઈ.સી.ડી.એસ શાખા દ્વારા સ્થાપના દિન અને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ગોધરાની મન્હા મેટરનરી હોસ્પિટલના ર્ડાકટર દ્વારા મેડીકલેઈમ પાસ કરવાના ફોર્મ-બી ઉપર સહી કરવા માટે કમીશન નકકી કર્યું : કમીશન ન આપે તો મેડીકલેઈમ પાસ ન થવા દેવાની ધમકી!!

gujaratjanekta

ત્રણેય સભાની અંદર વડાપ્રધાને જૂનો નારો યાદ કરતા કહ્યું, અબ કી બાર… લોકોએ કહ્યું મોદી સરકાર…

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial