Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની વિશેષ ઉપસ્થિતિમાં દેવગઢબારિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

કેતન ભટ્ટ

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૨ જેટલા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરાયોદાહોદ:-લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ વર્ષ ૨૦૨૪નો ફેબ્રુઆરી મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૧મીએ યોજાયો હતો.આજરોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં યોજાયા હતા. કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે એ દેવગઢબારિયા મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૨ જેટલા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ,મામલતદાર શ્રી સમીર પટેલ સહિત અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

gujaratjanekta

ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ, આ બેઠકે ગુજરાતને આપ્યા છે બે મુખ્યમંત્રી

Admin

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial