Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

 

પંચમહાલ જિલ્લામાં આગામી તા.૨૬મી જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે કરાશે.

જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની યોજાનાર ઉજવણીના પૂર્વ સુચારુ આયોજન અને તૈયારીઓ અંગે આજે ગોધરા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉજવણીના આયોજન માટે સંબંધિત અધિકારીશ્રીઓને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી.આ જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના દિવસે અધિકારી-કર્મચારીઓ અને બહોળી સંખ્યામા નાગરિકો આ રાષ્ટ્રીય પર્વમાં હર્ષભેર ભાગ લે તેમ જણાવ્યું હતું.

જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ પણ યોજાશે.આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, માઈક-મંડપ, લાઈટ, પાણી, વીજળી તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.તે અંગેની તૈયારીઓ સહિત સમગ્રતયા કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગેનું આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાશે.

નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાએ બેઠકનું સંચાલન કરીને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે આપીલ કરાઈ હતી.બેઠકમાં સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

વન વિભાગ દ્વારા 74 માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે ઉજવાયો

gujaratjanekta

લીમખેડાના રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા ઇસ્લામિક આતંકવાદ સામે આકરો વિરોધ નોંધાવ્યો.

gujaratjanekta

ઝાલોદ મામલતદારને તોરણી પ્રા.શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે કરેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં આરોપીને ફાંસીની માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial