Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

“મેરી માટી મેરા દેશ” અંતર્ગત લુણાવાડા તાલુકાના આંકલવા અને કણજાવ ગામે વીરોનો સન્માન કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત લુણાવાડા તાલુકાના આંકલવા ગ્રૂપ ગ્રામ પંચાયત ખાતે મુખ્ય મહેમાન તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી. જેમાં તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણ, તાલુકા પંચાયતના .ટી.પી.ઓ. મહેશભાઈ પરમાર, અ.મ.ઇ.અમિતભાઈ પટેલ, કે.આર.નિજાનંદી, તલાટી કમ મંત્રી.વી.કે.સોલંકી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રના નિર્માણમાં બલિદાન આપનાર શહિદ વીરોને યાદ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. નિવૃત્ત સેેૈનિક સોમાભાઈ વાદીનુ સન્માન કરવામાં આવ્યુ ત્યારે ઉપસ્થિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દેશભક્તિ ના રંગે રંગાય ગયા હતા.

જ્યારે બીજી તરફ કણજાવ ગામ ખાતે સરપંચ પટેલિયા સતવન ભાઈ અને તલાટી મંત્રી વી.કે.સોલંકી., તા.પ.સદસ્ય. પટેલિયા જસવંત ભાઈ દ્વારા નિવૃત આર્મીમેન બારીયા લક્ષ્મણભાઈ વેચાતભાઈ નું સાલ પહેરાવી સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.

મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા પોતાના ઘરેથી માટી લાવી ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા હાથમાં માટી લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા સાથે એક કુંભ ઘડામાં એકઠી કરી હતી શીલા ફલકમ તક્તિનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષક ગણ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રી, ગ્રામજનો, તમામ મહાનુભાવો ની હાજરી થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

દાહોદની ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસની દિવસ ઉલ્લાસભેર ઉજવણી

Admin

આજે ૧૮૨ વિધાનસભા બેઠકના પરિણામ માટે મતગણતરી શરૂ:રૂઝાન આવવાના થયા શરૂ

Admin

ઝાલોદ પંચાલ સમાજની દીકરીએ વિદેશમાં માસ્ટર ઇન ફર્નિચર ડિઝાઈનીંગમા પ્રથમ આવી નગરનુ નામ રોશન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial