Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

લુણાવાડાના પાલ્લા (કો) ગામ ખાતે “મેરી માટી… મેરા દેશ” અંતર્ગત વીરોનો સન્માન કાર્યક્રમ યોજાયો

નિલેશ પટેલ – બ્યૂરો ચીફ

લુણાવાડા તાલુકાના પાલ્લા(કો) પંચાયત ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મુખ્ય મહેમાન તરીકે કોઠંબા પોલીસ મથકના પીએસઆઇ આર. કે। ભરવાડ, ઈશ્વરભાઈ પટેલ, નિલેશ પટેલ અને રિટાયર્ડ આર્મી મેન દિલીપભાઈ પગી તેમજ સ્વ. અમરાભાઇ પગી રિટાયરમેન્ટના પત્ની રસીલાબેન,સરપંચ નીતાબેન પટેલ ગ્રામજનો,શાળાના શિક્ષક ગણ, હેલ્થ વિભાગના કર્મચારી, પોલીસગણ અને હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા .

આ પ્રસંગે રાષ્ટ્રના નિર્માણમાં બલિદાન આપનાર શહીદ વીરોનું સન્માન કોઠંબા પીએસઆઇ આર.કે. ભરવાડ અને જિલ્લામાંથી ઉપસ્થિત સિટી સર્વે કચેરીના અધિકારી ઇશ્વરભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કોઠંબા પાલ્લાના ગ્રામજનો દ્વારા પોતાના ઘરેથી માટી લાવી ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા હાથમાં માટી લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા સાથે એક કુંભ ઘડામાં એકઠી કરી હતી તેમજ શીલા ફલકમ તક્તિનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ નગરમાં વિપ્ર ફાઉન્ડેશનના ગઠન અંગે ગઢી ( પ્રતાપપૂર ,રાજ. ) કાર્યકારિણી બેઠકમા ચર્ચા કરાઇ

gujaratjanekta

દાહોદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નેત્રમ શાખાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

gujaratjanekta

તા. ૧૦મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરા જિલ્લાના ૩૫૨ ગામના ૧૪૯૫ પી.એમ.આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial