Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

દાહોદ તાલુકાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો હડતાળ પર કમિશન વધારો, બાયોમેટ્રિક પરિપત્ર રદ સહિતની માંગો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ પડતર માંગણીઓ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી દાહોદ તાલુકાના સસ્તા દુકાનના સંચાલકો દ્વારા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના બેનર હેઠળ આવેદનપત્ર આપતા ચીમકી ઉચ્ચારેલ હતી જે જો 31 ઓક્ટોબર સુધી પડતર માંગણીઓનો નિકાલ કરવામાં નહીં આવે તો પહેલી નવેમ્બર થી તમામ સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતરશે.
દાહોદ તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે વર્ષો જુની અને પડતર માંગણીઓ માટે વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં કમીશન દરમાં વધારો, ઈ-પ્રોફાઈલમા તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિ 80 ટકા બાયોમેટ્રીક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવા અને સમયસર કમિશનની ચૂકવણી તેમજ ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે.
આ પડતર માંગણીઓનો જો સંતોષકારક નિરાકરણ નહીં આવે આવે તો નવેમ્બર 25 માસમાં જથ્થાના ચલણ નહીં ભરવા તેમજ 1 નવેમ્બર થી વિતરણ પ્રક્રિયા થી સંપૂર્ણ અળગા રહેવાનો નિર્ણય ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા લેવામાં આવેલ હતો.

Share

Related posts

તાત્કાલિક ગુજરાતના 26 TDO ની બદલી : જુઓ કોને ક્યાં મૂકાયા

gujaratjanekta

આતિશી બન્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી, સાથે પાંચ કેબિનેટ મંત્રીઓએ લીધાં શપથ

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ગોધરા ખાતે જીવન સાથી પસંદગી પરિચય ઈ-પુસ્તિકાનું વિમોચન કરાયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial