Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજકોટની પૂર્વ બેઠક પર આંતરીક વિખવાદના કારણે અરવિંદ રૈયાણી સામે 23થી વધુની દાવેદારી

 સંકેત પંડ્યા – એડિટર

રાજકોટની પૂર્વ વિધાનસભાની બેઠક પર પહેલાથી જ આંતરીક વિખવાદ સામે આવ્યો છે. ત્યારે દાવેદારી સેન્સ પ્રક્રીયામાં આ વિખવાદ ઉડીને આંખે વળગે તેમ જોવા મળ્યો હતો. કેમ કે, અરવિંદ રૈયાણી સામે 23થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. અગાઉ પણ જૂથવાદ આ બેઠકને લઈને સામે આવ્યો હતો. 
  
પૂર્વ બેઠકમાં આંતરીક જૂથબંધીના કારણે સેન્સ પ્રક્રીયામાં રાફડો ફાટી નિકળ્યો હતો. રૈયાણી સામે ભાજપના આગેવાનોએ દાવેદારી નોંઘાવી હતી અને કહ્યું હતું કે, વ્યક્તિનો વિકાસ થયો છે વિસ્તારનો નહીં. માટે પાર્ટી સામે નહીં વ્યક્તિ સામે વાંધો છે. આ સાથે દાવેદારોએ એ પણ કહ્યું કે, દરેક કાર્યકરને દાવેદારીનો અધિકાર છે. આમ 23 થી વધુની દાવેદારી આંતરીક વિખવાદના કારણે જોવા મળી હતી. 

રાજકોટમા ચૂંટણી પહેલા આ વખતે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં દર વખતે કંઈક નવા જૂની જોવા મળતી હોય છે. ત્યારે રાજકોટ એ ચૂંટણી પહેલા હંમેશા કેન્દ્રમાં રહેતું હોય છે. અગાઉ આ બેઠક માટે મંત્રી અરવિંદ રૈયાણી સામે બીજેપી હરીફોએ એક ડીનર ડીપ્લોમસીનું આયોજન કર્યું હતું. અરવિંદ રૈયાણી ભાજપમાંથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

બીજેપીના મોટા નેતા છે અને રાજકોટમાં પ્રભૂત્વ ધરાવતા હોવાથી તેઓને રાજકોટ પૂર્વ વિસ્તારમાંથી ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતા છે ત્યારે તેમની સાથે હરીફોએ ચૂંટણી પહેલા તેમને ટિકિટ મળે તે હેતુથી આ દાવેદારી નોંઘાવી હતી જેથી આ લિસ્ટ લાંબુ થયું હતું.  

Share

Related posts

ભોજેલા ગામે આનંદ આરતી અને  સત્સંગ સમારોહ યોજાયો. સૌરાષ્ટ્ર ના સંત પ.પુ ચરણદાસ બાપુ ના દર્શન માટે ભક્તો ઉમટ્યા.

gujaratjanekta

પ્રજાપતિ સમાજ દ્વારા સત્તર વર્ષ સુધી બાળકને સંપૂર્ણપણે મોબાઈલ નો ત્યાગ કરવા માટે કરી અપીલ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial