Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News general news ગુજરાત ન્યૂઝ

દાહોદ જીલ્લાના ફતેપુરા ICDS શાખામાં મીલેટ વર્ષ અંતર્ગત સેજા કક્ષા અને તાલુકા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરાયું

પ્રવિણ કલાલ – ફતેપુરા

તાલુકા કક્ષાના અધિકારીઓ, નાયબ ટી.ડી.ઓ, હેલ્થ વિભાગ તાલુકા હેલ્થ ઓફીસર, ખેતીવાડી અધિકારી,સી.ડી.પી.ઓ,મુ ખ્યસેવિકા અને તમામ સ્ટાફ ની હાજરીમાં શ્રી અન્ન ની ખેતી અને ઉપયોગ પ્રોત્સાહન આપી મિલેટ માંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશેનો જાગૃત્તતા કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો.તેમજ સ્પર્ધાના આયોજનમાં સેજા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ૧ થી ૩ નંબર આપી પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

ફિલ્ડમાં જોવા મળતી ક્ષતિઓને દુર કરવા મોનીટરીંગ સીસ્ટમ બનાવવામાં આવી હતી અને દરેક લાભાર્થીઓને તેમનો લાભ પ્રાપ્ત થાય અને કુપોષણને દુર કરી શકાય તે હેતુથી કામગીરી શીખવવામા આવી હતી.
ફિલ્ડમાં મળતી સેવાઓનું મુલ્યાંકન કરી તેને વધુ મજબુત કરી સરકારશ્રીની યોજનામાં પારદર્શકતા જળવાઈ રહે અને અમલવારી થાય તે માટે સુપોષિત દાહોદ કોલ સેન્ટર ટુંક સમયમાં શરુ કરવામાં આવશે તે અંતર્ગત આંગણવાડી વર્કરોને તાલીમ આપી જણાવવામાં આવ્યુ હતુ.

Share

Related posts

સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી શ્રી 1008 શૈલેશાનંદ મહારાજ ના જન્મ દિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પિપલોદ દ્વારા છાશ વિતરણ

gujaratjanekta

કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સંકલન બેઠક યોજાઈ.

gujaratjanekta

માનગઢ ખાતે સામાજીક વનીકરણના સહકારથી ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના નવીન પ્રવેશદ્વાર અને પ્રદર્શન હોલનું મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial