પુરુષ ઉમેદવારો માટે સાણંદની નેસ્લે કંપનીમાં સીધા પે-રોલ પર કરાશે ભરતી રાજકોટ ખાતે કાર્યરત ઓદ્યોગિક તાલિમ સંસ્થા (આઈ.ટી.આઈ) દ્વારા પુરુષ ઉમેદવારો માટે આગામી તા. ૧૭ ડિસેમ્બરને શનિવારના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો આઈ.ટી.આઈ કેમ્પસમાં રૂમ નં. ૧૧૨માં સવારના ૧૦.૦૦ કલાકે યોજાશે. સાણંદની નેસ્લે ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં અસોસિએટના હોદ્દા માટે યોજાનારી આ ભરતીમાં આઈ.ટી.આઈ ટ્રેડ જેવા કેલ ઈલેક્ટરીશિયન, વાયરમેન,ઈલેકટ્રોનિક મિકેનિક, ટર્નર, ફિટર, મશીનિસ્ટ, વેલ્ડર, ઈનસ્ટ્રુમેન્ટ મિકેનિક, ડીઝલ મિકેનિક, ડ્રાફ્ટમેન મિકેનિક જેવા કોર્સ કરેલા અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨માં પાસ આઉટ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ભરતીમેળામાં ૧૮ થી ૨૫ વર્ષના પુરુષ ઉમેદવારો જોડાઈ શકશે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલીંગ, કમ્પ્યુટર ટેસ્ટ અને મૌખિક ઈન્ટરવ્યુ એમ કુલ ચાર તબક્કામાંથી પસાર થવાનું રહેશે. પસંદગી પામેલા કુલ ૧૫૦ જેટલા ઉમેદવારોએ સાણંદ ખાતે કાર્યરત કંપનીમાં તાત્કાલિક નોકરીમાં હાજર થઈ જવાનું રહેશે. જેમાં ઉમેદવારો ડાયરેક્ટ પે – રોલ પર નિયુક્ત કરાશે. રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે યોજાનારા આ ભરતીમેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ નિશ્ચિત પ્રકારના દસ્તાવેજો જેવા કે, ધોરણ ૧૦ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાસર્પેાટ સાઈઝના ફોટા, કોમ્પ્યુટરાઈઝ્ડ બાયોડેટા અને આઈ.ટી.આઈ.ના વિવિધ અભ્યાસક્રમના પ્રમાણપત્રોની નકલ સાથે રાખવા અંગે જણાવાયું છે. નેસ્લે કંપનીમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોને કંપની અંગે વધારાની માહિતિ મેળવવા માટે https://www.nestle.in/ વેબસાઈટની મુલાકાત લેવા આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી નિપુણભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે.

