Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરના સૌયઁ દિવસ નિમિતે દેશ ભક્તિ ગીતનુ આયોજન કરાયું

ઝાલોદ પંકજ પંડિત

શહિદ રાજેશ સોનીને દીવો પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

6 ડિસેમ્બર 1992ના દિવસને હિન્દુ સંગઠનો દ્વારા શૌયઁ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજથી લગભગ 31 વર્ષ પહેલાં વિવાદિત બાબરી ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો. આ વિવાદિત બાબરીનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો. આ વિવાદિત કેસનો ઉકેલ 2019 માં સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ સંગઠનની તરફેણમાં આપ્યો હતો. 6 ડિસેમ્બર 1992 ના રોજ વિવાદિત બાબરીના ઢાંચા નીચે ઝાલોદ નગર માંથી અયોધ્યા ખાતે હિન્દુ સંગઠનો સાથે કારસેવા કરવાં ગયેલ રાજેશ સોની દબાઈ ગયેલ અને ત્યાં તે શહિદ થઈ ગયેલ હતો.
કારસેવા કરવાં ગયેલ રાજેશ સોની 6 ડિસેમ્બરે શહિદ થઈ જતાં તેની યાદમાં ઝાલોદ નગરના વડબજાર વિસ્તારને શહિદ રાજેશ ચોક નામ આપવામાં આવ્યું ત્યાર બાદ પ્રતિવર્ષ હિન્દુ સંગઠનો દ્વારા શહિદ રાજેશને આ દિવસે શ્રધ્ધાંજલી આપતા હોય છે. 6 ડિસેમ્બરના દિવસને કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા શોંયઁ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. શહિદ રાજેશને શ્રદ્ધાંજલિ અર્પતા દિપક જલાવી મૌન પાળવામાં આવ્યું હતું અને શહિદ રાજેશ અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આજના 6 ડિસેમ્બર 2023 ના રોજ શૌયઁ દિવસ નિમિત્તે ઝાલોદ નગરમાં શહીદ રાજેશ ચોક ખાતે દેશભક્તિ ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ દેશભક્તિના સુંદર પ્રોગ્રામને નગરજનો એ વધાવી લીધો હતો. આ દેશભક્તિ ગીતની બન્ટી પંચાલ, ધ્રુવ પટેલ અને પ્રેમ મેરવાની દ્વારા કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના કંબોઇ ઘામ ખાતે ઈન્ટરનેશનલ યરઓફ ઓફ ઓફ મિલેટ કીટ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ તાલુક પંચાયત ની મનરેગા શાખા મા એસીબી ની સફળ ટ્રેપ

gujaratjanekta

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial