સંકેત પંડ્યા – એડિટર
આશરે ૨૦ વર્ષ પછી દાહોદ જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ જવા પામ્યો છે. જિલ્લાની ૦૬ એ ૦૬ બેઠકો ભાજપે મેળવીને રાજકીય મેદાનમાં સીક્સર મારી સૌને સ્તબ્ધ કરી દીધાં છે. આજે સવારે હાથ ધરાયેલ મતગણતરીમાં જેમ જેમ ૦૬ એ ૦૬ વિધાનસભાની મતગણતરીના રાઉન્ડ પુરા થતાં હતાં તેમ તેમ મતગણતરી સ્થળ નજીક જેતે વિધાનસભાના ટેકેદારો અને જેતે વિધાનસભામાં ઉજવણીનો માહોલ જાેવા મળ્યો હતો જાેકે, ઝાલોદ અને લીમખેડામાં પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટી આગળ રહેતાં ભાજપ બેડામાં સ્તબ્ધતા છવાઈ જવા પામી હતી તો લીમખેડામાં પણ પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી આગળ રહી હતી ત્યાર પછી તમામ સીટો ઉપર ધીમે ધીમે ભાજપે પોતાની લીડ વધારી અને તમામ બેઠકો હસ્તગત કરી હતી. દાહોદ જિલ્લાનું રાજકારણનું એપી સેન્ટર ગણાતું લીમખેડા બેઠક ઉપર ખુબજ પાતળી સરસાઈથી ભાજપે વિજય મેળવતાં જિલ્લાના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યાં છે તો પોતાને સિંહણ ગણાવનાર ગરબાડા કોંગ્રેસના ઉમેદવારને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. મતગણતરી સ્થળે જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે હજ્જારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો, સમર્થકો ઉમટી પડ્યાં હતાં. ડી.જે. અને ઢોલ, નગારાના તાલે તમામ ઉમેદવારોના વિજય સરઘસો દાહોદના રાજ માર્ગાે પર થઈને પોતાની જેતે વિધાનસભામાં પહોંચ્યાં હતાં. દાહોદ જિલ્લાની ૦૬ બેઠકોની વાત કરીએ તો ૦૬ બેઠકો પૈકી એકમાત્ર દાહોદને બાદ કરતાં લીમખેડા અને ગરબાડામાં કોંગ્રેસ દ્વીતીય સ્થાને રહી હતી તો ફતેપુરા અને ઝાલોદમાં તૃતીય સ્થાને રહી હતી. અનેક ચઢાવ ઉતાર વચ્ચે લીમખેડાની બેઠક માટે ભારે તર્ક વિતર્કાે વહેતાં થવા પામ્યાં હતાં તો ભાજપની સ્થિતી ગઢ આલા પણ સિંહ ગેલાની સ્થિતી તો નહીં સર્જાયને તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી નંબર ૧ રહેતાં પોસ્ટલ બેલેટના ગણિતે ઘણું બધુ કહી દીધું છે.
વિધાનસભાની ચુંટણીમાં દાહોદ જિલ્લાની ૦૬ એ ૦૬ વિધાનસભા બેઠક ભાજપે કબજે કરતાં દાહોદ જિલ્લામાં ભાજપે ઈતિહાસના પન્ના પર પોતાની જીત પર અંકિત કરી છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયાં છે ત્યારે આમ આદમી પાર્ટીએ ખાસ્સો એવો પગ પેસારો દાહોદ જિલ્લામાં કર્યાે હોવાનું પ્રતિત થવા પામ્યું છે. આજના પરિણામોએ આગામી ૨૦૨૪ની ચુંટણીમાં કોંગ્રેસ જાેડોની જગ્યાએ કોંગ્રેસ સોધો યાત્રા કાઢવી પડશે તેવા હાસ્ય વેણો પણ વહેતા થવા પામ્યાં હતાં. ૨૦૦૨ પછી પ્રથમવાર ભાજપાએ દાહોદમાં ૦૬ બેઠકો મેળવી ઈતિહાસ રચ્યો છે ત્યારે હવે કોણે મંત્રી પદ મળશે અને કોણું પ્રભુત્વ દાહોદ જિલ્લામાં વધશે તેની ચર્ચાઓએ પણ જાેર પકડ્યું છે. તમામ ઉમેદવારોના વિજય સરઘને ઠેર ઠેર વધારવામાં આવી રહ્યું છે અને સમગ્ર જિલ્લામાં કેસરીયો માહોલ સર્જાવા પામ્યો છે.
દાહોદ વિધાનસભામાં કનૈયાલાલ કિશોરીએ ૭૨,૬૬૦ મત મેળવી ૨૯,૩૫૦ ની લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે. ગરબાડા વિધાનસભા બેઠક પર મહેન્દ્રભાઈ ભાભોરએ ૬૨૪૨૭ મત મેળવી ૨૭૮૨૫ ની લીડ મેળવી છે. ઝાલોદમાં મહેશભાઈ ભુરીયાએ ૮૨૭૪૫ મત મેળવી ૩૫૨૨૨ મતોથી લીડ મેળવી છે. ફતેપુરામાં રમેશભાઈ કટારાએ ૫૯૫૮૧ મત મેળવી ૧૯,૫૩૧ની લીડ મળી છે. લીમખેડામાં શૈલેષભાઈ ભાભોરએ ૬૯,૪૧૭ મત મેળવી ૩૬૬૩ની લીડ મેળવી છે અને દેવગઢ બારીઆમાં બચુભાઈ ખાબડએ ૧૧૩૫૨૭ મતો મેળવી ૪૪૨૦૧ ની લીડ મેળવી ભવ્ય જીત મેળવી છે. આમ, દાહોદ જિલ્લામાં ૦૬ વિધાનસભા બેઠકો પર ભાજપે કબજાે કરી ભગવો લેહરાવી દીધો છે. જિલ્લામાં તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. ઢોલ, નગારા, ડી.જે.ના તાલે ઉમેદવારોની જીતને કાર્યકરો તેમજ લોકોએ એકબીજાનું મોંહ મીઠું કરાવી જીતને વધાવી લીધી હતી.

