Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

છૂટકારો: રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નમાં 6 રાઉન્ડ ફાયરિંગ થયાનો કેસ, ઉપલી કોર્ટે જાડેજાના કૌટુંબિક કાકાને નિર્દોષ જાહેર કર્યા

રાજકોટએક કલાક પહેલા

કૉપી લિંક17 એપ્રિલ 2016ના રોજ રવિન્દ્ર જાડેજાના લગ્નમાં ફૂલેકામાં ફાયરિંગ થયા હતા. - Divya Bhaskar

17 એપ્રિલ 2016ના રોજ રવિન્દ્ર જાડેજાના લગ્નમાં ફૂલેકામાં ફાયરિંગ થયા હતા.

જાડેજાના કાકાએ લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યા હતા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટની સીઝન્સ હોટલમાં યોજાયા હતા. લગ્નમાં વરઘોડો નીકળ્યો ત્યારે રવિન્દ્ર જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહ જાડેજાએ હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અંગે ક્રિપાલસિંહ વિરૂદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ આજે સમગ્ર કેસમાં ઉપલી કોર્ટ દ્વારા ક્રિપાલસિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નીચલી કોર્ટનો ચુકાદો ઉપલી કોર્ટ દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો છે.

ફાયરિંગનો ગોંડલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો17 એપ્રિલ 2016ના રોજ રવિન્દ્ર જાડેજાના સીઝન્સ હોટલમાં લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ફૂલેકામાં જોશમાં આવી જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગે ભારે વિવાદ સર્જ્યો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આનો ગોંડલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આજે આ કેસનો ચુકાદો આવ્યો હતો.

લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યા હતાલગ્નમાં ફાયરિંગ કરનાર ક્રિપાલસિંહ જામનગરના હાડાટોડા ગામમાં રહે છે અને ખેતીવાડી ધરાવે છે. જામનગર કલેક્ટર તરફથી 3 ફેબ્રુઆરી 2013થી 31 ડિસેમ્બર 2016 સુધીના હથિયાર પરવાનાવાળી રિવોલ્વર ધરાવે છે. પરવાનાવાળી રિવોલ્વરમાંથી તેણે ફાયરિંગ કર્યું હતું. જેના આધારે ગુનો નોંધાયો હતો.

ફાયરિંગ વખતે રવિન્દ્ર જાડેજા હતો સાવ નજીક17 એપ્રિલના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સીઝન્સ હોટલમાં જાડેજા અને રીવાબાના લગ્ન યોજાયા હતા. ફૂલેકા વખતે ઉત્સાહમાં આવી કૌટુંબિક કાકા ક્રિપાલસિંહે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. આ સમયે જાડેજા સાવ નજીક હતો. પરંતુ કોઇ અઇચ્છનિય ઘટના બનવા પામી નહોતી.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

ગરબાડા તાલુકાના અભલોડ ગામની શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ની ઉજવણી

gujaratjanekta

R&B પંચાયત અને સ્ટેટના બે ગુજરનાર રોજમદારોના વારસોને રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય તેમજ લાભો ચૂકવવા બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

gujaratjanekta

દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા અગ્નિશામક યંત્રના ઉપયોગ અંગેની માહિતી અપાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial