Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે લાગતી લાંબી કતારો

પંકજ પંડિત

વહેલી સવારના 4 વાગ્યાથી લોકો આવી લાંબી કતારમાં લાગે છેદિવસમાં ફક્ત 30 જેટલા લોકોની જ કૂપન કાઢવામાં આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને રોજ ધક્કો ખાવાનો વારોઝાલોદ નગરમાં પોસ્ટ ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ તેમજ અપડેટ માટે લાંબી કતારો જોવા મળી હતી. છેલ્લા ચાર પાંચ દિવસથી આધાર કાર્ડ કઢાવવા માટે ગ્રામીણ વર્ગના કામદારો તેમજ નગરના લોકોનો ઘસારો વધુ જોવા મળી રહેલ છે. પોસ્ટ ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ કઢાવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો વહેલી સવારે 4 વાગ્યાથી લાઇન લગાવતા હોવાનું માલુમ પડેલ છે. પોસ્ટ ઓફિસની બહાર વહેલી સવાર થી આવેલા લોકો પોતાના પગના પગરખાં મૂકી લાઇનમાં લાગેલ જોવા મળ્યા હતા. પોસ્ટ ઓફિસમા નવા આધાર કાર્ડ કાઢવા માટે ફક્ત 30 થી 35 કૂપન અપડેટ કરવામાં આવે છે જેથી તેનાથી વધારે આવનાર વ્યક્તિ હોય તો તેમના નંબર લાગતા નથી. ઉપસ્થિત લોકોને પૂછવામાં આવતા તેઓ રોજ ગ્રામીણ વિસ્તારમાં થી ભાડું ખર્ચીને આધાર કાર્ડ કઢાવવા આવે છે અને નંબર ન લાગતા પાછા જવું પડે છે તેવી બુમ સાંભળવા મળી હતી. આમ ગરીબ મજૂરી કરતા ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના દિવસે મજૂરી ન જઈ આધાર કાર્ડ કઢાવવા આવતા તેમનુ કામ ન થતાં તેઓને આર્થિક રીતે નુકશાન ભોગવવું પડે છે. અંગે પોસ્ટ ઓફિસમા વાત કરતા તેઓ દ્વારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું કે આધાર કાર્ડની કામગીરી અન્ય જગ્યાએ પણ ચાલે છે પણ ત્યાં પ્રાઇવેટ ઓપરેટરો બેસતા હોય છે અને જો નવા આધાર કાર્ડ ભરવામાં જો ભૂલ થાય તો 1000 જેવી પેનલ્ટી લાગતી હોય છે તેથી પ્રાઇવેટ ઓપરેટરો નવા આધાર કાર્ડ કાઢતી નથી તેના લીધે પોસ્ટ ઓફિસ પર વધુ લોકો જોવાય છે. દિવસમાં ત્રીસ કૂપન કાઢવા અંગે પૂછવામાં આવતા જાણવા મળ્યું હતું કે સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમા નવી ભરતી થતી નથી અને જવાબદારી વધારે હોય છે જેથી પોસ્ટ ઓફિસને લગતી કામગીરી પણ કરવી પડતી હોવાથી આધાર કાર્ડ વધુ કાઢી શકીએ તેવું બની શકે તેમ હોતું નથી. પરંતુ આ બધી કામગીરીમાં જાહેર જનતાને નાણાકીય રીતે તેમજ માનસિક રીતે વધુ ઘસાવુ પડે છે. તો જવાબદાર અધિકારીઓ આ અંગે ઠોસ રીતે વિચારે તેવી લોકમાંગ ઉભી થયેલ છે.

Share

Related posts

‘કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા’, અમિત શાહે કહ્યું- પીએમ મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો

Admin

ગુજરાત PWD કોરીકલ એસોસીયેશનના સમર્થનમાં વિરોધપક્ષના નેતા અમીતભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

gujaratjanekta

શ્રી રામ જાનકી ઉ.બુ. આશ્રમ શાળામાં ધોરણ–10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial