સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ની ચુંટણીના પર્વ પર પરિણામ જાહેર થતા આપ ના મુખ્ય ચહેરાઓ કે જેમણે આ ચુંટણીમાં મોટા પાયે સભાઓ ગજવી હતી એ વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયા અને કતારગામ બેઠક પર ગોપાલ ઈટાલીયાની કારમી હાર થઇ છે..
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચુંટણીનું પરિણામ આવ્યું જેમાં આખા ગુજરાતની જેના પર નજર હતી એ વરાછા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી હતી. આ બેઠક પર આમ આદમી પાર્ટી કરતાં પણ વધુ અલ્પેશ કથીરિયાનો ચહેરો આગળ રહ્યો હતો. પરંતુ આખરે ભાજપનું સંગઠન આ બેઠક પર ખૂબ જ મજબૂત સાબિત થયું અને કુમાર કાનાણીની જીત થઈ છે. વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને 66,785 મત મળ્યા હતા.
તેની સામે અલ્પેશ કથીરિયાને 50,031 મત મળ્યા છે. એટલે કહી શકાય કે સુરતની અન્ય બેઠકો કરતા આ બેઠક ખૂબ ઓછાસંકેત પંડ્યા – એડિટર માર્જિનથી ભાજપના ફાળે ગઈ છે. વરાછામાં જબરદસ્ત રસાકસી વચ્ચે અલ્પેશ કથીરિયાને હારનો સામનો કરવો પડ્યો છે. સાથે સુરતના કતારગામ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાની જીત નિશ્ચિત થઈ ગઈ છે. આ બેઠક પરથી આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
પરંતુ ગોપાલ ઇટાલિયાને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયાને 45,242 મત મળ્યા છે. જ્યારે વિનુ મોરડિયાને 96,469 મત મળ્યા છે અને ભાજપ નો ગઢ જાળવી રાખ્યો છે.

