Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્ર સાચુ સાબિત થયું!

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભામાં ભાજપએ ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. અત્યાર સુધીના રાજકીય પક્ષો દ્વારા બેઠકો જીતવાના તમામ રેકોર્ડને ભાજપ દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અને આ ચુંટણીમાં ભાજપએ 156 બેઠકો જીતીને નવો ઇતિહાસ રચી દીધો છે. ગુજરાતમાં પીએમ મોદીના નામથી લોકોએ ઉમેદવારોને ચુંટી કાઢી અને વિધાનસભામાં મોકલ્યા છે. તેવામાં લોકસભાની ચુંટણીમાં “મોદી હે તો મુનકીન હે”નો નારો આજે સાચો સાર્થક થતો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. 

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા સૂત્ર આપવામાં આવ્યું હતું, મોદી હૈ તો મુમકીન હૈ. ગુજરાતની ચૂંટણી બાદ આ સૂત્ર યોગ્ય સાબિત થતું જણાય છે. કારણ કે 27 વર્ષ સુધી સત્તામાં રહીને જો કોઈ પાર્ટી રેકોર્ડ બનાવે તો તેનું ઉદાહરણ સામાન્ય રીતે જોવા મળતું નથી, પરંતુ આ લક્ષ્યને હાંસલ કરવા માટે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રોડ શો પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

પીએમ મોદીએ ગુજરાત વિધાનસભામાં 32 જેટલી સભાઓ કરી હતી અને મોટા ભાગના જીલ્લોમાં તેમણે સભાઓ ગજાવી હતી.54 વિધાનસભા બેઠકો આવરી લીધી હતી તેમાંથી 48 બેઠકો પર ભાજપને સફળતા મળી હતી.મોદીએ કોંગ્રેસના ગઢ વ્યારાથી શરૂઆત કરી હતી અને કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી હતી.ગુજરાતમાં મોદીના નામથી લોકો કોઈ પણ ઉમેદવારને મત આપી દે તેવી એક વાત હમેશા ચુંટણીના ગલિયારાઓમાં ગુંજાતી રહે છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં મોદી લહેર ફરી વળી હતી અને ભાજપએ મોટા પાયે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી.

Share

Related posts

શિવરાજ સરકાર સામે કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, શિયાળુ સત્રમાં હંગામો થશે

Admin

માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવેએ રોજગારીને વધારવા માટે જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈનું ઉદ્ઘાટન કર્યું

gujaratjanekta

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial