Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

આ એ વાતનો પુરાવો છે કે ભાજપ-કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે – કેજરીવાલ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. લલિત વસોયાના ભાજપ પ્રત્યેના પ્રેમની ટીકા અરવિંદ કેજરીવાલે ટ્વિટના માધ્યમથી કરી હતી. રાજકોટમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં લલિત વસોયાએ એક નિવેદન આપ્યું હતું જેને લઈને રાજકારણ ગરમાયું હતું. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું હતું. 

લલિત વસોયાના નિવેદન બાદ સ્પષ્ટતા કરતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ એ વાતનો પુરાવો છે કે ભાજપ-કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે.
ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, આ જુઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મંચ પરથી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને મત નહીં, ભાજપને મત આપો. શું હજુ પણ આ બંને એકસાથે ચૂંટણી લડી રહ્યા છે એ બાબતમાં શંકા છે? બંને માત્ર “તમારી” વિરુદ્ધ છે.

કોંગ્રેસના નેતાના ભાજપ પ્રત્યેના પ્રેમને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ-ભાજપ સાથે વિરોધમાં જોવા મળી રહી છે. તો લલિત વસોયાએ સ્પષ્ટતા કરી હતી કે તમે ભાજપની બી ટીમ છો અને મારા મત વિસ્તારની જનતા સાથે છેતરપિંડી કરી રહ્યો છે. આ બાબતે કેજરીવાલે વળતો પ્રહાર કર્યો હતો. 

Share

Related posts

ઝાલોદ આર.કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ના નામે વધારે ફિ વસુલ કરાતી હોય તેવી ફરિયાદો મળતા આપ પાર્ટી પ્રમુખે મુલાકાત લીધી

gujaratjanekta

ભૂગર્ભ ગટરના કનેક્શન્સ વિના શરૂ થતી RCC રોડની કામગીરી સામે લુણાવાડાના નગરપાલિકા સભ્યોનો વિરોધ : વિજીલન્સ તપાસની માંગ

gujaratjanekta

કરછના માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોનનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial