Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા ઇસમને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો

 સંકેત પંડ્યા – એડિટર

મોબાઇલ સ્નેચિંગ કરી ભાગતા ઇસમને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી અનેક મોબાઈલ કબ્જે કર્યા

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન ઓ.એન.જી.સી ગેટ પાસે મોબાઈલ સ્નેચિંગનો બનાવ બન્યો હતો, જે બાદ પબ્લિકના માણસોની મદદ થી પોલીસ દ્વારા ત્વરિત એક્શન લઇ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો, અંકલેશ્વર શહેર પોલીસે મામલે ઝઘડિયાના માલપોર ગામ ખાતે રહેતો અનીલભાઈ હસમુખભાઈ વસાવા નામના ઇસમને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગ થયેલ અલગ અલગ કંપનીના કુલ ૧૩ જેટલા મોબાઈલ ફોન સહિત એક મોટરસાયકલ મળી કુલ ૧,૦૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી,

મોબાઈલ સ્નેચિંગની ઘટનાને આરોપીઓ જે લોકો વાહનમાં જતા હોય અથવા જે ફોન પર વાત કરતા જતા હોય તેવા લોકોને આ આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા અને બાદમાં સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોનને ગામ માં નજીવી કિંમતે પોતાને પૈસા ની જરૂર હોય તેમ કહી વેચાણ કરી દેતા હતા,જે બાદ આખરે અંકલેશ્વર શહેર પોલીસે આરોપીની ધરપકડ કરી મામલે અન્ય એક ઈસમ સતીષભાઇ રાજુભાઇ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,

Share

Related posts

રાજ્યમાં અતિભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ – જાણો વધુમાં

gujaratjanekta

જમીનના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડ પડાવી પડાવ્યા: ચાર સામે ગુનો દાખલ

gujaratjanekta

મતદાનના દિવસે દાદા બજરંગ બલીની ગદા ભરશે, ચૂંટણીપંચ નોટીસ મોકલશે એટલે કઈ ગોળી છે તેનો જવાબ આપીશ- મધુ શ્રીવાસ્તવ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial