Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મોડાસામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, મધુસૂદન મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત, ભાજપ પર પ્રહારો

 સંકેત પંડ્યા – એડિટર

વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરી દેવાયો છે, ભાજપ કોંગ્રેસ અને આપ  ના તમામ નેતાઓ ચૂંટણી મેદાને પહોચી ગયા છે ત્યારે સત્તાનું સૂકાન કોણ સંભળે છે તો ચૂંટણી પરિણામો બાદ ખ્યાલ આવશે પણ પ્રચાર પ્રસાર હવે તેજ બન્યો છે, મોડાસા ખાતે કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાઢવામાં આવેલી પરિવર્તન યાત્રા મોડાસા ખાતે પહોંચી હતી. મોડાસાના ધારાસભ્ય, બાયડ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહિલા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ યાત્રાનું મુખ્ય સુકાન ઓલ ઇન્ડિયા ઇલેક્શન કેમ્પઈએન કમિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ સંભાળ્યું હતું. મોડાસા ખાતે જાહેર સભા યોજાઈ હતી.

સભાને સંબોધતા મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સભાની મેદની જોતા મોડાસાના ધારાસભ્યની જીત નિશ્ચિત છે, તેમ કહી રાજેન્દ્રસિંહ ઠાકોરની જીત માટે આડકતરો સંકેત આપ્યો હતો. પત્રકારો સાથે વાતચીતમાં બાયડ ધારાસભ્યના ઉમેદવાર માટે જણાવ્યું હતું કે, ચાલુ ધારાસભ્ય હોય અથવા અન્ય પણ હોય અને તેઓએ પોતાનો મત રજૂ કરતા જણાવ્યું હતું. વધુમાં મારા મતે ચાલુ ધારાસભ્ય હોવો જોઈએ એમ જણાવી જસુભાઈ પટેલ યોગ્ય ઉમેદવાર છે એમ આડકતરી રીતે જણાવ્યું હતું.

Share

Related posts

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ ITના દરોડા, સુરતના હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોમાં દોડધામ

Admin

સીંગવડ ખાતે સ્વચ્છતા હી સેવા મિશન હેઠળ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

પંચમહાલ જિલ્લા સસ્તા અનાજ ના સંચાલકો વિરુદ્ધ જિલ્લા પુરવઠા અધિકારી ની લાલ આંખ દુકાનદારો તેમજ વેપારીઓ માં ફફડાટ!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial