Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ભૂગર્ભ ગટરના કનેક્શન્સ વિના શરૂ થતી RCC રોડની કામગીરી સામે લુણાવાડાના નગરપાલિકા સભ્યોનો વિરોધ : વિજીલન્સ તપાસની માંગ

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૧ થી ૭ના સભ્યો દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની લાઈનો હજી સુધી પૂર્ણપણે કાર્યરત નથી અને ઘણા ઘરોને હજી સુધી હાઉસ કનેક્શન આપવામાં આવ્યા નથી.

    અત્યારસુધી નગરપાલિકા દ્વારા રૂ. ૩૪૩.૫૫ લાખના અંદાજીત ખર્ચ સાથે ૪૪ RCC રોડના કામો માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. તેમ છતાં, જો ભૂગર્ભ ગટર કનેક્શન આપ્યા વિના સીધા RCC રોડ બનાવવામાં આવશે, તો નગરપાલિકા ને પાછા આ રોડ તોડીને કનેક્શન આપવા પડશે, જેનાથી સરકારશ્રીના નાણા નષ્ટ થવાની સંપૂર્ણ શક્યતા છે.

    આ કારણે તમામ સહી કરનાર લુણાવાડા નગર પાલિકા ના 1 થી 7 વોર્ડ ના સભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે કે,

* ભૂગર્ભ ગટરના તમામ હાઉસ કનેક્શન્સ પૂરાં થઈ જવા સુધી RCC રોડના તમામ ટેન્ડર પર તાત્કાલિક સ્ટે મૂકવામાં આવે.

* ગુજરાત સ્ટેટ વિજીલન્સ વિભાગ દ્વારા સમગ્ર પ્રોજેક્ટમાં થયેલા ટેન્ડરો અને કામકાજની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.

     અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈને તેનો જવાબદારીપૂર્ણ નિકાલ કરવા માંગીએ છીએ અને સરકારશ્રી તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓને અપીલ કરીએ છીએ કે નગરના નાગરિકોના હિત માટે આ કામ પર વિલંબ કરવામાં ન આવે, પરંતુ યોગ્ય રીતે અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આગળ વધવામાં આવે. તેવી માંગ સાથે લુણાવાડા નગર પાલિકા ના વોર્ડ નં. ૧ થી ૭ ના સભ્યો દ્વારા 

લુણાવાડા નગરપાલિકા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. અને તેની એક નકલ ની કોપી મહિસાગર જિલ્લા કલેકટર તથા બરોડા પ્રાદેશિક કમિશનર તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગુજરાત સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ ને પણ મોકલવામાં આવી છે. જેથી જોવાનું એ રહ્યું કે અવે તમામ ડિપાર્ટમેન્ટ વિભાગ દ્વારા આ આવેદન પ્રત્યે શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવાનું રહ્યુ હાલમાં જોવાઈ રહ્યું છે કે વિરોધ પક્ષ નગરહિતના પ્રશ્નોને લઈ આક્રમક મૂડમાં આવી ગયું છે અને હાલના રાજકીય સત્તાધીશો અને લુણાવાડા નગરપાલિકાના વહીવટી અધિકારીઓ સામે બાયો ચડાવીને લુણાવાડા નગરની પ્રજાને હિતલક્ષી મુદ્દાઓ લઈ ને લડી લેવાના મૂડમાં છે

Share

Related posts

મહીસાગર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની જિલ્લાકક્ષાની સ્પે.ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગતની સ્પર્ધાઓ યોજાઈ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

gujaratjanekta

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial