સંકેત પંડ્યા – એડિટર
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગણાતા ગોધરા ખાતેની સબ જેલ માંથી બુધવારના રોજ LCB પોલીસ દ્વારા કેદીઓની ઝડતી – તપાસ દરમિયાન સબ જેલ ખાતેની નંબર ૪ માંથી સિકંદર ઈસાક બેલી ઊ. વ.૪૧ રે. સબ જેલ ગોધરા, મૂળ રહેવાસી ઇદગાહ મોહલ્લા,ગોધરા પાસેથી ૨ સીમકાર્ડ વાળો મોબાઈલ મળી આવતા જેલ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પ્રતિબંધિત વિસ્તારમાંથી મળી આવેલ મોબાઈલની કીંમત રૂ ૫૦૦ ગણી તપાસના કામે કબજે લઈ, આ મોબાઈલથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ ? આ મોબાઈલનો ઉપયોગ કયા-કયા કેદીઓ દ્વારા કરવામાં આવ્યો છે? આ મોબાઈલ જેલમાં કોની-કોની મદદથી ઘુસાડવામાં આવ્યો છે? તેવા તમામ પ્રશ્નો બાબતે તપાસ કરવા માટે ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નો.કો. ગુનો દાખલ કરી પ્રીજનર્સ એક્ટ ની કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ની ફરિયાદ LCB PSI આઇ.એ સિસોદિયા દ્વારા નોંધાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જેલ સત્તાધીશો ની મિલી ભગત વગર મોબાઈલ જેલમાં ઘૂસી શકે નહી. મળતી માહિતી અને લોકચર્ચાઓ મુજબ સબ જેલ ગોધરા ખાતેના સુબેદાર ની છત્ર છાયામાં નાણાકીય લેવદેવડ કરી તમામ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ફુલી ફાલી છે તેવુ ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જો એ સુબેદારની ઘનિષ્ટ તપાસ કરવામાં આવે તો ઘણા રહસ્યો બહાર આવે તેમ છે !! કેદીઓની મુલાકાતથી લઈ તેઓને સુવિધા નાં નામે ઘરનુ ટિફિન, નાસ્તો, બીડી- સિગારેટ, માવા-મસાલા જેવી વસ્તુઓ બિન્ધાસ્ત રીતે જેલમાં પહોંચે છે, ત્યારે આ બાબતે તટસ્થ તપાસની જરૂરિયાત છે. પૈસાદાર કેદીઓને બેરેક બદલીનાં નામે હેરાન કરી નાણાં પડાવવામાં આવે છે. જાપ્તા માં જતા કેદીઓ પાસે અમુક રકમ લઈને આવવાની માંગ કરવામાં આવે છે. મુલાકાત કરનાર પાસે પૈસા માંગવામાં આવે છે અને ચીજવસ્તુઓની ડિમાન્ડ કરાય છે. તમામ બાબતે સુપ્રિટેનડન્ટ અને જેલર પણ સુબેદાર ની જીહજૂરી માં લાગી જાય છે. જેલના કેદીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર બાબતે પોલીસ કર્મીઓ સામે ધાક ધમકી આપવાના બે બનાવો બનેલ છે અને તેની પણ ફરિયાદો નોંધાઇ છે. જેલની વીઝિટ દરમ્યાન વહીવટી અઘિકારીઓ પણ ઔપચારિક રીતે વીઝીટ કરી ફરજ બજાવ્યા નો સંતોષ માણતા હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. ખરેખર કેદીઓને પોષણ ક્ષમ આહાર મળે છે કે કેમ? માન્ય સંખ્યા જેટલા જ કેદીઓ છે કે તેનાથી વધુ છે? આવા અનેક યક્ષ પ્રશ્નો સાથે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી સરપ્રાઈઝ વીઝિટ કરાય તો ચોક્કસ સત્ય બહાર આવે તેમ છે. ઉપરી અધિકારીની સુચના હેઠળ જાંબાઝ PSI ની નિષ્ઠા અને કર્તવ્ય પુર્વકની કામગીરી કરતાં આવા અનેક પોલિસ કર્મીઓ પણ છે. ત્યારે બીજી તરફ કેટલીક મિલીભગત કરી મહિને હજારો લાખો રુપિયા કમાવનાર પણ પોલિસ કર્મી છે !!

