Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી ૧૦ સપ્ટેમ્બરે ગુજરાત આવશે : જાણો કયા કાર્યક્રમમાં હાજરી આપશે ?

સંકેત પંડ્યા – એડિટર

પ્રધાનમંત્રીએ ચૂંટણી પહેલા પાર્ટીને દર મહિને 2 થી 3 દિવસ ગુજરાત આવવાનું જણાવ્યું. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દર મહિને પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યા છે. ત્યારે આ મહિને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલા સાયન્સીટીમાં બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદ યોજાવા જઈ રહી છે. જેમાં તમામ રાજ્યોનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓની સાથે સચિવો હાજર રહેશે. આ પરિષદનું ઉદ્વાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. ગઈકાલે દિલ્હીમાં આ પરિષદ માટેની બેઠક મળી હતી. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે આ અંગેની વિગતો આપી હતી. તે સિવાય પણ અન્ય કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે વિજય દિવસને લઈને પણ ભાજપ યુવા મોરચો તૈયારી કરી રહ્યો છે. ૨ દિવસ તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી અને સચિવની બેઠકનું આયોજન ભારત સરકારે કર્યું છે. જેમાં 100થી વધુ સ્ટાર્ટઅપના CEO પણ ભાગ લે તેવી શક્યતા છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફરી એકવાર ગુજરાત આવવાનો કાર્યક્રમ નક્કી થયો છે. હાલ આ અંગે પીએમ મોદી તરફથી કોઈ ચોક્ક્સ બાબત સામે આવી નથી. પરંતું, નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, 10 સપ્ટેમ્બરે PM મોદી અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્વાટન કરવામાં આવશે.

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા ત્રણ માંગણીઓ નહી સંતોષાતા ટેન્ડરો નહીં ભરવાનો નિર્ણય !

gujaratjanekta

શાળા સાંસદ શપથવિધિ નો ભવ્ય સમારોહ યોજાયો

gujaratjanekta

સાદગી જીવન – દુનિયાનો સૌથી અમીર શખ્સ રહે છે માત્ર 2BHK ફ્લેટમાં, ગેરેજમાં ઊંઘે છે -જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial